________________
હરિમંદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
તું ત્યાં જલદી જા. હજી તે પરમહંસ ગયો નથી એટલામાં તે સુભટ. આવી ચડ્યા હસે એમની સાથે યુદ્ધ કરવા માંડયું પરંતુ તેઓ એમને હાથે ઘાયલ થઈ મૃત્યુ પામ્યા.
સૂરપાલ પાસે ગમન–આ બાજુ પરમહંસને કોઈ દયાળુ પુરુષે નાસી જવા સમજાવ્યા એટલે એઓ સૂરપાલ પાસે ગયા. સુભટે આ રાજા પાસે આવ્યા અને એમણે એને કહ્યું કે આ પરમહંસ અમને સોંપી દે.
અનેક વાર કહેવાયા છતા અને ધમકીઓ અપાઈ છતાં સૂરપાલે આ શરણાગતને સુભટને સ્વાધીન કરવાની મક્કમપણે ના પાડી સુભટોએ ખૂબ જીદ કરી ત્યારે રાજાએ એમના નાયક સાથે પરમહંસને વાદ ગોઠવવાને રસ્તો સૂચવ્યો અને કહ્યું કે જે પરમહંસ આ વાદમાં હારી જાય તે પછી તમને જેમ યોગ્ય લાગે તેમ તમે એની સાથે વર્ત જે.
બૌદ્ધ સાથે પરમહંસને વાદ–સુભટોને નાયક બેલ્યોઃ આ પરમહંસે અમારા બુદ્ધદેવના મસ્તકે પગ મૂક્યો છે એટલે અમારે એનું મેંઠું જેવું નથી. એ જો વાદમાં જીતે તે ભલે એ એને સ્થાને જાય પરંતુ જે એ હારશે તે અમે એને વિધ્ય ગણશું.
આ પ્રમાણેની વાતચીત થયા બાદ વાદને પ્રારંભ થયે. એ સમયે બૌદ્ધોની શાસનદેવી તારા એકાંતમાં રહીને ઘડાના મુખે વાદ કરવા લાગી ૧ એથી પરમહંસ એને જોઈ શક્યો નહિ. વાદવિવાદ ઘણા ૧ જુએ મ ચ- (પૃ. ૬૮,લે. ૧૦૩).
શ્રીપાલ રાજના વિવિધ ચરિત્રોમાં પૂતળા પાસે સમસ્યા પુરાવી એવી હકીક્ત આવે છે. દા. ત. જુઓ રનશેખરસૂરિએ રચેલા અને એમના શિષ્ય વિ સ. ૧૪૨૮માં પ્રથમદર્શરૂપે લખેલા સિદ્ધચક્કમહ૫ ચાને સિરિવાલહાનુ નિમ્નલિખિત પદ્ય –