________________
२६० હરિભદ્રસૂરિ
[ ઉપખંડ પાલ, (૫) ધર્મોત્તર(૨), (૬) ભદંત, (૭) ભદંતદિન (2 ડિનાગ), (૮) વસુબ ધુ, (૯) શાંતરક્ષિત, (૧૦) શુભગુપ્ત અને (૧૧) સમ ભા.
(ઈ) વૈદિક ગ્રંથકારે (૧) અનંત, (૨) અવધૂતાચાર્ય, (૩) આસુરિ, (૪) ઈશ્વરકૃષ્ણ, (૫) કાલાતીત, (૬) કુમારિક, (૭) શીરકદંબક, (૮) ગોપેન્ટ, (૯) જૈમિનિ, (૧૦) નારદ, (૧૧) પન જલિ, (૧૨) પત જલિ, (૧૩) બંધુ-ભગવદ્દત્ત, (૧૪) ભદન્ત–ભાકર, (૧૫) ભતૃહરિ, (૧૬) વસુ, (૧૭) વાયુ, (૧૮) વાલ્મીકિ, (૧૯) વિધ્યાવાસી, (૨૦) વિશ્વ, (૨૧) વ્યાસ, (રર) શબર, (૨૩) સંતપન, (૨૪) સમ્રા(૨૫) સિદ્ધસેન, (૨૬) સુચારુ અને (૨૭) સુરગુરુ
આ એક કામચલાઉ વર્ગીકરણ છે, કેમકે કેટલાક અજૈન ગ્રંથકારોના સંપ્રદાય વિષે અતિમ નિર્ણય કરવો બાકી રહે છે.
ઉપર મે જે ગ્રંથકાર ગણાવ્યા છે તેમને સપ્રદાયદીઠ વિચાર ન કરતા અકારાદિ ક્રમે એમને પરિચય હુ હવે આપુ છું –
(૧) અજિતયશસ્ અજ૫૦ (ખડ ૨)ની પત્ર વ્યાખ્યા (પૃ. ૩૩)મા સત ની ચર્ચા કરતી વેળા પૂર્વાચાર્ય તરીકે અજિતયશસૂનું નામ અપાયું છે. આ કોઈ જૈન–શ્વેતાબર આચાર્ય છે. એમણે ઉત્પત્તિ, વ્યય અને બ્રોવ્યથી યુક્ત “સંત” હોય છે એ વિધાન તત્ત્વાર્થસૂત્ર (અ. ૫, રુ. ૨૯)ની ટીકામા (જે ટીકા રચી હોય તે) કે ચંદ્રસેનસૂરિકૃત ઉત્પાદાદિસિદ્ધિ-પ્રકરણ જેવી કોઈ કૃતિ રચી હોય તે તેમાં કર્યું હશે. એ ગમે તે હે એવી કોઈ એમની રચેલી કૃતિ હજી સુધી તે મળી આવી નથી.