________________
જીવનરેખા ]
જીવન અને કવન
૨૯
હાથે “સૂરિપદ મળ્યું હતું તેને કોઈ સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ હેય એમ જણાતું નથી. બહુમાં બહુ તો એઓ ક્યારે મૂરિ થયા તે એમની કઈ કઈ કૃતિઓમાં એમણે આચાર્ય કે સૂરિ તરીકે પિતાને પરિચય આપ્યા છે તે ઉપરથી તારવી શકાય.
શિષ્યો અને તેમને વધ–આ સબંધમાં કહાવલીમા નીચે પ્રમાણે હકીકત છે –
હરિભદ્રસૂરિને જિનભદ્ર અને વિરભદ્ર નામના બે શિષ્ય તા. તેઓ સર્વે શાસ્ત્રોમાં કુશળ હતા. એ સમયે “ચિતોડમાં બૌદ્ધ” મતનું જોર હતુ. હરિભદ્રસૂરિના ધેલી દુષ્ટ બૌદ્ધોએ આ બંને શિષ્યોને એકાતમા મારી નાંખ્યા. હરિભદ્રસૂરિને કાઈક રીતે આ વાતની ખબર પડતાં તેમને ખૂબ શોક થયો અને તેઓ અનશન કરવા તૈયાર થઈ ગયા ગુરુને આ વાતની જાણ થતા તેમણે આ સૂરિને તેમ કરતા અટકાવ્યા છેવટે હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથરાશિને જ શિ માની એની રચનામાં એમણે વિશેષ ઉદ્યમ કરવા માંડ્યો.
આ હકીકત કેટલીક વિશેષ વિગતો સહિત પરંતુ જુદી રીતે પ્ર, ચ (પૃ ૬૫-૬૯)માં રજૂ કરાઈ છે એટલે એ હુ અહી નોધું છુ.
હસ અને પરમહંસની દીક્ષા અને એમનો શાસ્ત્રાલયા – હરિભદ્રસૂરિને સ સારીપણામાં હું સ અને પરમહ સ નામના બે ભાણેજ હના તેઓ સે કડે હથિયારો વડે યુદ્ધ કરે એવા રણવીર હતા એક વેળા એમના સ બ ધીઓએ એમને કર્કશ વચન કહ્યાં. આંથી વિરક્ત અને ચિ તાગ્રસ્ત થયેલા એઓ હરિભદ્રસૂરિ પાસે ગયા. એમણે આ સૂરને પ્રણામ કરી કહ્યું કે અમે ઘરથી વિરાગ પામ્યા છીએ.
હરિભદ્ર–જે તમને મારા ઉપર રાગ હોય તો વિધિપૂર્વક દીક્ષા લે. હસે અને પરમહંસે આ વાતની હા પાડી એટલે એમનો ભાવ