________________
ર૯૨ હરિભદ્રસૂરિ
[[ ઉપખંડ સત્તાનાન્તરસિદ્ધિ–અલંકકૃત તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૧૯)માં આનું આદ્ય પદ્ય જેવાય છે. આ કૃતિનું તેમ જ એના ઉપરની વિનીતદેવકૃત ટીકાનુ ટિબેટી રૂપાતર જ મળે છે.
ધર્મકીર્તિએ આ ૭ર સુત્રની કૃતિમાં એક મન-સંતાનથી પર અન્યાન્ય મન-સંતાન છે એમ સિદ્ધ કર્યું છે અંતમા એમણે એ દર્શાવ્યું છે કે આ સર્વ મન-સતાને (= વિજ્ઞાન-સંતાને) કેવી રીતે મળીને દશ્ય જગતને વિજ્ઞાનવાદ અનુસાર બહાર ક્ષેપ કરે છે.?
સંબંધ પરીક્ષા અને એની પણ વૃત્તિ–સંબંધપરીક્ષામાં ૨૯ કારિકાઓ છે. આ દ્વારા ધર્મકીતિએ ક્ષણિકવાદ અનુસાર કાર્યકારણ સંબધ કમ મનાય એ દર્શાવ્યું છે. આ વિષય પ્રવા-ભા પણ છે.
સંબંધ પરીક્ષાની ૨૨ કારિકાઓ પ્રમેયકમલમાર્તડ (સંબંધસદૂભાવવાદ, પૃ. ૫૦-૫૦, દ્વિતીય આવૃત્તિ)માં રજૂ કરાઈ છે અને સાથે સાથે એનુ ખ ડન પણ કરાયું છે. સંબંધપરીક્ષાની કેટલીક કાશ્મિાઓ સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૮૧૨-૮૧૮)માં જોવાય છે.
વૃત્તિઓ–સંબંધ પરીક્ષા ઉપર ધમકીર્તિની, વિનીતદેવની અને શાન રક્ષિતની એમ ત્રણ વૃત્તિ છે પર તુ એનાં ટિબેટી રૂપાતર જ મળે છે.
હેતબિન્દુ–આને લગતી હકીકત મેં પૃ. ૧૦૦, ૨પર, ૨પ૭ અને ૨૫૮માં રજૂ કરી છે.
એક પઘસુભાષિત રત્નભાંડાગાર (પૃ. ૩૭૨)ને લે. ૧૬ જે “મવતુ વિતઃ થી શરૂ થાય છે એ ઘમકીર્તિને નામે નેંધાયો છે.
વજસૂચી–મહાયાન' પંથની આ સુબ્રસિદ્ધ કૃતિ છે. ચીનમાં એના પ્રણેતા તરીકે કે પછી એના સંશોધક તરીકે ધર્મ
૧ જુઓ બૌદ્ધ દશન (પૃ. ૧૨૦).