________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૨૯
આ બંને ઉલેખ વિચારતાં એમ જણાય છે કે આ કૃતિ સંસ્કૃતમાં ગદ્યમા ૯૧ લેક જેવડી રચાયેલી છે. એમાં શ્વેતાબર મુનિએ ધર્મોપકરણ તરીકે જે ગળણુ, પાત્ર, મુહપત્તિ વગેરે રાખે છે તેના સામે દિગંબરે. તરફથી થતા આક્ષેપને આમાં પરિહાર છે.
(૧૧૦) ભાવનાસિદ્ધિ આ કૃતિ કઈ ભાષામા-સંસ્કૃતમાં કે જ. મ.મા અને તે પણ ગદ્યમાં કે પદ્યમા રચાઈ છે એમ પ્રશ્ન ફુરે છે. સવજ્ઞસિદ્ધિ (પત્ર ૧૧)માવૈરાગ્ય વિષે વિસ્તારથી નિરૂપણ ભાવનાસિદ્ધિમાં અપાયાને ઉલલેખ છે. આ ઉપરથી એમ ભાસે છે કે આમા મૈત્રી, પ્રમોદ, કારણ્ય અને માધ્યસ્થ એમ ચાર ભાવનાને અધિકાર હશે, કદાચ એમાં સુપ્રસિદ્ધ બાર ભાવનાઓનું નિરૂપણ હશે (૧૧–૧૧૩) મુણિવઈચરિય [મુનિપતિચરિત(ત્ર)
જિનદેવના શિષ્ય હરિભદ્રસૂરિએ આ ૬૪૬ ગાથામાં રહ્યું છે. મ. કિ. મહેતાએ આની નોંધ લીધી છે પ. બેચરદાસે પૃ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ ગણું છે તે ઉપર્યુક્ત ચરિત્ર હશે. જબૂનાગે વિ. સં. ૧૦૦૫માં સંસ્કૃતમા મુનિપતિચરિત્ર રચ્યું છે.
(૧૧૪) યતિદિનકૃત્ય હરિભદ્રસૂરિએ આ નામની કૃતિ રચ્યાનું મ કિ મહેતાએ કહ્યું છે. ૫. બેચરદાસે પૃ. ૧૦૦મા કહ્યું છે કે આના કર્તા પ્રસ્તુત હરિભક નહિ પણ હરિપ્રભ(?) છે અને પાટણમાં આની પ્રત છે હરિ. પ્રભની ૫૦૦ કલેક જેવડી આ કૃતિની નોધ જિર, કે. ( વિ ૧, પૃ. ૩૧૭)માં છે. જૈ, ગ્રં (પૃ. ૧૦૦)માં આને ઉલલેખ છે. કેટલાક આને યતિદિનચર્યા તરીકે ઓળખાવે છે. આ કૃતિનું નામ જોતા હ ૯