________________
૧૧૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ધર્મની પરીક્ષા સુવર્ણની જેમ ત્રણ રીતે થવી ઘટે. આ ધર્મ અહિંસામય હોવો ઘટે. એ બાબત અહીં વિસ્તારથી સમજાવાઈ છે. ગા. ૧૨મા ધર્મ, તપ, સાધુ, અને મુનિના, ગા ૧૩મા શ્રમણ, બ્રાહ્મણ, તાપસ અને પરિવ્રાજકના અને ગા. પપમાં તીર્થ તથા ગા. ૭૧માં દીક્ષિતના (અને એ દ્વારા ભાવ-કુડ, ભાવ-અગ્નિ વગેરેના) લક્ષણે અપાયાં છે ગા ૩૧, ૩૦, ૪૦ ઇત્યાદિમા કહ્યું છે કે દયા એ જ સાર છે, નહિ કે જળ, જટા, મુડણ, વલ્કલનાં વસ્ત્રો, સમિધ, પંચાગ્નિતપ, મૃત્તિકા, શેવાલાદિનું ભક્ષણ કે અરણ્યાદિમા વાસ. સંસ્કૃત બેલવાથી શુ?” એ બાબત ગા. ૨૧-૨૨મા દર્શાવાઈ છે. ગા. ૫૧માં પાચ પ્રકારના શૌચને નિર્દેશ છે. ગા. ૧૯મા વેદ, વ્યાકરણ, (મહા)ભારત, રામાયણ અને પુરાણો અને ગા. ૪૬મા ગંગા, યમુના, પુષ્કર અને પ્રભાસને ઉલલેખ છે. ગા. ૫૮માં કહ્યું છે કે અહિંસાદિ પાળનારને ઘેર બેઠા ગગા છે. ગા. ૭૭માં એ બાબત છે કે જેમ સર્વ નદીઓ ક્રમે કરીને સમુદ્રમાં પડે છે તેમ સર્વ ધર્મો ભગવતી અહિંસામાં સમાય છે.
(૯૮ અને ૪૩૮) નાણાયત્તક [? જ્ઞાનપત્રક] આ નાણાચિત્તપયરણનું નામાતર જણાય છે. જુઓ પૃ ૧૧૧. (૭૯) નાનાચિત્રક અને (૮૦) નાનાચિત્રિકા આ નાણાચિત્તપચરણ હશે
૧ આ સ બ ધમાં જુઓ ધર્મબિન્દુ (અ ૨, સૂ ૩૩-૩૭ અને પંચવઘુગ (ગા. ૧૦૨૭-૧૦૨૩)
૨ ચારે બાજુ લાકડા સળગતા હોય અને માથા ઉપર સૂર્યનો તડકે પડતો હોય એમ પાંચ પ્રકારને અગ્નિ સહન કરવો તે “પંચાગ્નિ તપ” છે. આ પ્રમાણેની હકીકત હેમવિજયગણિએ વિ સ ૧૬૩૨માં સંસ્કૃતમાં રચેલા પાશ્વનાથચરિત્ર (સ ૫, પ્લે. ૧૯ )મા છે.