________________
૧૦૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
વિશ્વ–શીરકદંબક ! તમારી વાત સાચી નથી. કાપણ જેટલી અલ્પ પૂંછવાળી વ્યક્તિ ભાગ્યોદયથી જોતજોતામા “કોટિધ્વજ 'ના વ્યવહારને લાયક બને ઘણું નાના ગુણાથી મોટા ગુણ ઉત્પન્ન થવાને સંભવ છે.
સમ્રા–તમે તે મારા પક્ષના લાગો છે.
સુરગુરુ–કોઈ ગુણમા ઓછાશ હોય તોપણુ ગુણની બહુલતા હોય, અને એ જ બહુલતા વારતવિક ગ્યતા છે.
સિદ્ધસેન—આ બધી ભાજગડ શા માટે ? બધું બરાબર ઘટે છેબંધબેસતુ છે. પુરુષના પરાક્રમ વડે સિદ્ધ થનારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ વ્યવહારને વિષે જે જ્યારે નિમિત્તપણે ઉપપન્ન અર્થાત ઘટતુ બુદ્ધિશાળીઓએ ઉàહ્યું છે તે બધું ઘટતુ છે-ઉપપન્ન છે. ઉપપન્ન કહે કે યોગ્ય કહે એ એક જ છે.
આને ઉપસ હાર કરતાં હરિભદ્રસૂરિએ કહ્યું છે કે અસાધારણ ગુણે અલ્પ હોય તો પણ તે કલ્યાણના ઉત્કર્ષને સાધે છે.
આનો ઉપસંહાર કરતાં મુનિચન્દ્રસૂરિ કહે છે કે વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રા, નારદ, વસુ અને ક્ષીરકદંબકે એકબીજાના મતનું ખંડન કર્યું છે એટલે એનું ખડન કરવાને અમારે વિચાર નથી. વળી વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન અસાધારણ ગુણને અનાદર કરી યોગ્યતાને રવીકારે છે તે એ યોગ્ય નથી, કેમકે કેવળ યોગ્યતાથી પરિપૂર્ણ કાર્ય થાય નહિ જે અન્યથા હોય તો શબ્દાતરથી એમણે અમારો જ મત સ્વીકાર્યો છે.
પીપર્ય–આ. ૪, રૂ. ૩ (પત્ર ૫૪ આઈ એગદષ્ટિસમુચ્ચય (લે ૧૦)ની પત્ર ટીકા (પત્ર અ)મા ઉદ્દત કરાયુ છે એ ઉપરથી ધમબિન્દુ આ રોપજ્ઞ ટીકા પૂર્વે રચાયાનું ફલિત થાય છે.