________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
માસ પ્રાણીનું અંગ છે એ માટે માંસ ખવાય' એવા અતિતાર્કિક (બૌદ્ધ)ના કથનનું સત્તરમા અષ્ટકમા ખંડન છે.
ચૌદમાથી સોળમા અષ્ટકને વિષય પૃ. ૭૪મા સૂચવાયો હોવાથી અહીં એ દર્શાવાયું નથી.
અઢારમા અષ્ટકમા મનુસ્મૃતિ (અ.પ.)ના લે. ૫૬, ૫૫, ૨૭ અને ૩૫ (પૂર્વાર્ધમાં ભિન્નતા છે) અનુક્રમે ૨, ૩, ૫ અને ૭ તરીકે રજૂ કરાયા છે. આ અષ્ટકમાં “માંસભક્ષણમા દોષ નથી' એ માન્યતાનું નિરસન કરાયું છે.
ઓગણીસમા અષ્ટકમાં મદિરાપાનના દૂષણ સમાવતી વેળા કોઈ એક ઋષિની પૌરાણિક માન્યતા મુજબની કથા અપાઈ છે. - -
વીસમા અષ્ટકમાં “અબ્રહ્મચર્યમાં દોષ નથી” એ કથનને પ્રતિકાર કરાયો છે.
એકવીસમા અષ્ટકમા ધર્મને વિચાર સૂક્ષમ બુદ્ધિએ કરો” એમ કહ્યું છે.
બાવીસમા અષ્ટકમા ભાવની શુદ્ધિ કોની ગણાય એ વાત વિચારાઈ છે.
ત્રેવીસમા અષ્ટકમા શાસનની અવનતિ કરનારને અને એની પ્રભાવના કરનારને શું શુ ફળ મળે એ બાબત આલેખાઈ છે. "
વીસમા અષ્ટકમાં પુણ્યાનુબંધી પુરયને અધિકાર છે. એમાં પુણ્યાનુબધી પાપ, પાપાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્યને પણ વિચાર કરાયો છે.
પચ્ચીસમા અષ્ટકમાં પુણ્યાનુબંધી પુણ્યનું ફળ દર્શાવાયું છે અને મહાવીરસવામીના જીવનમાથી એમણે લીધેલા અભિગ્રહની હકીકત અપાઈ છે.
૧ આ ઉપહાસનું વચન છે.