________________
૧૨૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
તરફથી પ્રથમ વિભાગ તરીકે પહેલા ચાર પચાસગોને સારાશ ગુજરાતીમાં તૈયાર કરાયેલે તે છપાય છે. અંતમા વિષયાનુક્રમ છે.
(૧૦૦) પરલોકસિદ્ધિ સુમતિગણિએ આ કૃતિ નોધી છે પ્ર. વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)માં આનો ઉલ્લેખ છે. પં. બેચરદાસે પૂ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે.
(૧૦) પ્રતિષ્ઠાકલ્પ પ્રસ્તુત હરિભસૂરિએ આ નામની એક કૃતિ રચી છે એમ છે. વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)ને આધારે કેટલાક માને છે આની કઈ હાથપોથી અત્યાર સુધી તો મળી આવી નથી એટલું જ નહિ, પરંતુ પ્રસ્તુત હરિભદ્રસૂરિના નામોલ્લેખપૂર્વક આ કૃતિમાથી કઈ અવતરણ પણ કોઈએ આપ્યું હોય એમ મારા જાણવામાં નથી. ગ. સ. સ. ઉપર પમ દિરની સંક્ષિપ્ત ટીકા છે. એમા પત્ર ૫૬૮માં “વાચક ઉમાસ્વાતિકૃત પ્રતિષ્ઠા ૯૫” એવા નિર્દેશપૂર્વક એમાથી એક સંસ્કૃતમાં અવતરણ અપાયું છે. વિશેષમાં પત્ર પ૬૪-૫૬આમાં “આર્યસમુદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ ”એવા ઉલ્લેખપૂર્વક આ અનુપલબ્ધ કૃતિમાથી જમમાં રચાયેલા ચાર પદ્યો ઉદ્દત કરાયાં છે,
૧ આ સારા પ્રથમ કટકે કટકે “સિદ્ધચક્ર”માં છપાવાયો હતો ત્યાર બાદ એ ફરીથી “શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ” તરફથી ઈ સ ૧૯૪હ્માં પ્રકાશિત કરાયો છે. - ૨ એક્સન્ધિની જિનસંહિતા (૭, ૧૨, ૧૦, ૬)માંથી તેમ જ નેમિચન્દ્રકૃત પ્રતિષ્ઠાપાઠ (૧, ૩)માથી અવતરણ આપનાર અને તત્વાર્થરાજવાતિકના કર્તાથી ભિન્ન અકલકે પ્રતિષ્ઠા ૯૫ રચ્યો છે. આશાધરે, ધનેશ્વરસૂરિના શિષ્ય ચન્દ્રસૂરિએ તેમ જ વિદ્યાવિજયે પણ આ નામની કૃતિ રચી છે. વિશેષ માટે જુઓ મારે લેખ “પ્રતિષ્ઠા કલ્પ નામની કૃતિઓ”. આ લેખ “ આ. પ્ર” (પુ ૫૦, અં ૭)માં છપાયે છે