________________
૨૫૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
ઉદ્યોતકરની વૃદ્ધ ગાયના ઉદ્ધારનું પુણ્ય કાર્ય કર્યું. જયંતભ ન્યાયમંજરી (પૃ. ૧૦૦)મા ધમકીર્તિને “જગદભિભવધીક' કહ્યા છે. પિતાને અદ્વિતીય કવિ અને દાર્શનિક માનનારા શ્રીહ (ઈ.સ. ૧૧૯૨) ખંડનખંડખાદ્યમા ધર્મકીર્તિના તર્કમાર્ગને “દુરાબાધ” કહ્યો છે.
(૮) વિશિકા અજ૫૦ (ખંડ ૨, પૃ. દર)માં આને ઉલ્લેખ છે તેમ જ એમાથી અવતરણ અપાયેલું છે. એ જોતા એ વસુબંધુની કૃતિ હેય એમ લાગે છે (જો કે શબ્દશ. સમાનતા નથી). એથી એને હવે પછી વિચાર કરાશે.
(૯) વૃદ્ધગ્રંથ અજ૦૫૦ (ખડ ૧)ની પણ વ્યાખ્યા (પૃ. ૭૪)માં
જેપુ” એ જે ઉલેખ છે એ દ્વારા કયા વૃદ્ધગ્રંથ અભિપ્રેત છે અને “વૃદ્ધગ્રંથ એટલે શું એ જાણવું બાકી રહે છે.
(૧૦) શિવધર્મોત્તર અષ્ટકપ્રકરણ (અષ્ટક ૪, શ્લો. ૨)માં આ કૃતિને ઉલલેખ છે એટલે શિવધર્મોત્તરને ગ્રંથકાર તરીકે જિનવિજયજીએ જે નિર્દેશ એમના નિબ ધમાં કર્યો છે તે વિચારણીય છે જિનેશ્વરસૂરિએ એની ટીકા (પત્ર ૨૧)માં એને એક શવાગામ તરીકે ઓળખાવી છે. શંકરાચાર્યે ઝિવેતાશ્વતર ઉપનિષદ્ ઉપરની ટીકા (પૃ ૩૩)માં આ નામની જે કૃતિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ હોવી જોઈએ.
નંદિકેશ્વર-સંહિતાના એક ભાગનું નામ “શિવધર્મ' છે અને શિવધર્મોત્તર એ એને ઉત્તર ભાગ (sequel) છે. હેમાદિએ માધવાચાર્યો અને રઘુન બને તેમ જ વિતસ્તાપુરીએ એમાથી અવતરણ આપેલ છે