________________
જીવનરેખા ] જીવન અને કવન
હરિભદ્ર–મને એ બતાવે.
આ ઉપરથી મહત્તા યાકિની એમને જિનદત્તસૂરિ પાસે લઈ ગઈ એ સાધ્વીએ ગુરુને પ્રણામ કરી બધી વાત કહી. આચા
”થી શરૂ થતી ગાથાને અર્થ વિસ્તારથી હરિભદ્રને સમજાવ્યો. હરિભદ્ર આચાર્યને પોતાની પ્રતિજ્ઞા કહી ત્યારે તેઓ બોલ્યા : જે એમ છે તે તું આ મહત્તરાને ધર્મપુત્ર થા.
હરિભદ–ધર્મનું સ્વરૂપ શું છે ?
જિનદત્ત—અહિ સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ઈત્યાદિ ધર્મનું સ્વરૂપ છે.
હરિભદ્ર—ધર્મનું ફળ શું ?
જિનદત્ત–સકામ વૃત્તિવાળાને દેવલોક વગેરેની સુખસાહેબી અને નિષ્કામ વૃત્તિવાળાને ભવના વિરહથી ઉદ્ભવતું સુખ.
હરિભદ—મને ભવને વિરહ પ્રિય છે ૩ જિનદત્ત—તો સર્વ પાપમય આચરણની નિવૃત્તિરૂપ દીક્ષા લે. આ સાંભળી હરિભદ્ર દીક્ષા લીધી અને એઓ પોતાને “યાકિનીના ધર્મપુત્ર” તરીકે ઓળખાવવા લાગ્યા. હરિભદ્ર ભદ્રપરિણમી અને બુદ્ધિશાળી હેવાથી જોતજોતામાં ગીતાર્થ બન્યા.
૧ ચ૦ પ્ર. (પૃ ૫૦)માં જિનમટ નામ છે
૨ પહેલા બે ચક્રવતીઓ થયા, પછી પાંચ વાસુદેવો, પછી પાચ ચક્રવતીઓ, ત્યાર બાદ એક વાસુદેવ અને એક ચક્રવતી, ત્યાર પછી ફરીથી એક વાસુદેવ અને એક ચક્રવતી, પછીથી એક વાસુદેવ અને બે ચક્રવતી અને અંતે એક વાસુદેવ અને એક ચક્રવત થયા આમ એકંદર બાર ચક્રવતી અને નવ વાસુદેવ થયા વાસુદેવને “કેશવ” તેમ જ “શી” પણ કહે છે
૩ ઉવએસપય (ગા. ૧૦૩૯)ના અંતમાં હરિભદ્રસૂરિએ પોતે કહ્યું છે કે “મવવિર ” અર્થાત્ ભવના વિરહને એટલે કે સંસારના આ તને
ઇચ્છનાર