________________
પુરવણું]
જીવન અને ક્વન
૩૫૧
પૃ. ૫, પં. ૧૪. નીચે પ્રમાણેની કંડિકાઓ ઉમેરે –
ઉપનામ-હરિભદ્રસૂરિને કહાવલીમા “ભવવિરહસૂરિ' કહ્યા છે (જુઓ પૃ. ૪૩). આગોદ્ધારકે પણ તેમ કર્યું છે. જુઓ પૃ. ૩૪૮
પિરવાડ જ્ઞાતિની સ્થાપના અને જૈન ધર્મના અનુરાગ–ધમસંગ્રહણી (ભા. ૨)ની પ્રસ્તાવના (પત્ર ૭)માં કલ્યાણવિજયજીએ કહ્યું છે કે જૈન જ્ઞાતિઓ અને વંશના વૃત્તાતોને અગેના પુસ્તકમા નીચે મુજબની મતલબને ઉલ્લેખ જોવાય છે –
મેદપાટમા યાને મેવાડમા હરિભદ્રસૂરિએ “પ્રાગ્વાટ” (યાને પિરવાડ) વંશની સ્થાપના કરી હતી અને એના વોને જૈન ધર્મના અનુરાગી બનાવ્યા હતા.
એમણે ઉમેર્યું છે કે જે આ કથન સત્ય હોય તે જૈન ધર્મ ઉપર અને ખાસ કરીને “પ્રાગ્વાટ જ્ઞાતિના જૈને ઉપર મોટો ઉપકાર આ 1. સૂરિએ કરેલું ગણાય.
પૃ. ૪૫, ૫. ૨૦. નીચેની કંડિકા ઉમેરે –
સ્વર્ગની પ્રાપ્તિ અને મુક્તિ–હરિભદ્રસૂરિ જ્યા કાલધર્મ પામ્યા અર્થાત એમનું અવસાન થયું ત્યા “સૌધર્મદેવલેકમાથી દે આવ્યા અને એમણે ઉોષણ કરી કે ભવવિરહસૂરિ અમારા સ્વામી બન્યા છે અને એ “સૌધર્મ દેવલોકમાં “લીલ” વિમાનમાં પાચ પપમના આયુષ્યવાળા દેવ થયા છે. એઓ અમારી સાથે સીમંધરસ્વામી પાસે આવ્યા અને એમને વંદન કરી એમને પૂછયું કે મને મુક્તિ ક્યારે મળશે ? સીમંધરસ્વામીએ એમને ઉત્તર આપ્યો કે “સૌધર્મ' દેવલોકમાથી ઍવી અપર વિદેહમાં સમૃદ્ધ કુળમાં ઉત્પન્ન થઈ તમે મોક્ષે જશે. આ જાણું અમે દેવો રાજી થઈ અહીં આવ્યા છીએ અને હવે અમે અમારે સ્થાને જઈશું.