________________
૨૫૬
હરિભદ્રસુરિ
[ ઉપખડ
આચાર્ય ના ઉલ્લેખ છે તેમણે સમ્મપયરણ ઉપર ટીકા રચી છે. આ સુમતિને કેટલાક સન્મતિ કહે છે. એમની રચેલી ટીકા હજી સુધી
તેા મળી આવી નથી.
પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવસૂરિએ સંસ્કૃતમા તત્ત્વમેધવિધાયિની યાને વાક્રમહાવને નામે ઓળખાતી ૨૫,૦૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે. એમાં અનેક વાદોનું નિરૂપણ છે.
ઉપયાગ—ધવલા અને જયધવલામા સમ્મ–પયરણને પુષ્કળ ઉપયાગ કરાયા છે. જિડલે વરાંગચિરત ( સ. ૨૬)માં એના વિશેષ આશ્રય લાવે છે.
(૧૨) સમ્મતિ( ટીકા )
અ૦ જ૦ ૫૦ ( ખંડ ૧ )ની સ્વાપર વ્યાખ્યા (પૃ. ૫૮ તેમ જ ૧૧૬)માં ‘સમ્મતિ’ એ નામથી સમ્મઈપયરણ (સંમતિપ્રકરણ )ની મલ્લવાદીકૃત ટીકાને સ્પષ્ટ નિર્દેશ છે એટલું જ નહિ, પણ આ અનુપલબ્ધ ટીકામાથી મૂળમા નીચે પ્રમાણે અવતરણ અપાયાં છેઃ-~~
( १ ) " स्वपरसत्त्वव्युदासोपादानापाद्यं हि वस्तुनो वस्तुत्वम् ” । (૧)
cr
r
(૨) न विषयग्रहणपरिणामादृतेऽपर. सवेदने विषयप्रतिभासो મુખ્યતે, યુત્તયોગાત '' |
ધુમ્મસ ગહણીની ટીકા (પત્ર ૨૬૦)મા મલયગિરિસૂરિએ આ પૈકી બીજું અવતરણ આપ્યું છે, પરંતુ એમા ‘ ચુખ્યતે 'ને બદલે * યુત્ત્ત: ’ એવેા પાડે છે.
મૂલ્યવાદીએ સમ્મપયરણ ઉપર ટીકા રચી છે એને પ્રાચીનમા પ્રાચીન પુરાવો આપવામા તેમ જ એ ટીકામાથી થોડીક પક્તિ પણ રજૂ કરવામાં હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ જણાય છે. દ્વાદશારનયચક્ર ઉપરની ટીકામા આ ટીકા વિષે ઉલ્લેખ હોય તે તેની મને
ખબર નથી
૧ આ પ્રકાશિત છે. જુએ પૃ. ૨૫૫, ટિ. ૧.