________________
રર૬
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
મનનીય અને મનોહારિણી કૃતિ ઉપર “બૃહદ્ ગચ્છના માનદેવસૂરિના પ્રશિષ્ય હરિભદ્રસૂરિની વિ. સં. ૧૧૮પમાં રચાયેલી વૃત્તિ છે. આમને જ ભૂલથી હરિભદ્રસૂરિ ગણી લેવાયા હોય એમ લાગે છે, કેમકે વિ. સં. ૧૧૮૫ પૂર્વેની કોઈ પણ કૃતિમાં પ્રસ્તુત હરિભદ્રસૂરિના નામે આ જાતની નોધ જોવાતી નથી એટલું જ નહિ, પણ પ્રસ્તુત હરિભદ્રસૂરિકૃત આવી કોઈ વૃત્તિ હોય તો એની કોઈ હાથપથી તે પ્રાયઃ સંભવે ને ?
(૧૩૧) વર્ગ કેવલિવૃત્તિ વારાણસીમા વાસુકિ નામનો એક જૈન શ્રાવક રહેતા હતા. એને કઈક સ્થળેથી વચ્ચકેવલિસુત્ત (વર્ગવલિસૂત્ર)ની હાથથી મળી પણ એને અર્થ એ સમજી શક્યો નહિ. એક વેળા એ “ચિતોડ” આ અને એણે હરિભદ્રસૂરિને એ બતાવી. સૂરિએ સંધને વાત કરી. એ સમજાય તે માટે સઘના કેટલાક જૈન અગ્રેસરેએ હરિભદ્રસૂરિને વિજ્ઞપ્તિ કરી. એ ઉપરથી એમણે વૃત્તિ રચી. આ સંસ્કૃતમાં રચાઈ હશે એમ માની મેં એનું ઉપર મુજબ નામ સૂચવ્યું છે. ભવિષ્યમાં બનનારા બનાવની આગાહી આ કૃતિને આધારે થઈ શકે છે એવી સાબિતીઓ મળી હતી, પરંતુ આ આખરે તે પાપ-ગ્રંથ ગણાય અને “કલિ” કાળમાં આવું જ્ઞાન હરકોઈને હેય તે ઈષ્ટ નહિર, કેમકે આવા જ્ઞાનને આગળ ઉપર દુરુપયોગ થવાને સંભવ રહે છે. આ ઉપરથી જૈન મુખીઓએ આ વૃત્તિ રદ કરવા સૂરિજીને વિનવ્યા અને એમણે એને નાશ કર્યો. આજે મૂળ કૃતિ કે એની વૃત્તિની હાથપથી કઈ સ્થળે હોય એમ જણવામાં નથી.
અનાગમિક કૃતિ નામે પણહાવાગરણમાં ૪૫ અક્ષરને પાચ ૧ પાપતના ૨૯ પ્રકારે સમવાય (સુત્ત ૨૯)માં દર્શાવાયા છે. જુએ પાભાસા(પૃ. ૧૬૬).
૨ જુઓ કહાવલી