________________
સમીક્ષા ]
જીવન અને કવન
રપ૧.
(ઈ. સ. ૬૦૦) મીમાંસાક્લોકવાર્તિક રચી એનું ધોરણ ઊંચું બનાવ્યું. આ ન્યાયવાર્તિક અને મીમાંસાક્લોકવાતિકના નામ ઉપરથી ધર્મકીર્તિએ પોતાના વાતિનું નામ ક્યું છે અને એમાં આ બંને વાતિકોની આલોચના કરી છે એમ શ્રી રાહુલ સાકૃત્યાયને પ્રમાણુવાર્તિકની પ્રસ્તાવના (પૃ. ૪)માં કહ્યું છે.
ભારતીય મધ્યકાલીન ન્યાયના પિતા તરીકે ઓળખાવાતા દિડનાગે પ્રમાણસમુચ્ચય અનુટુભૂમાં રચ્યો છે. એ છ પરિચ્છેદમાં વિભક્ત છે. આ પ્રમાણસમુચ્ચય ઉપર ધમકીર્તિએ વાતિક રચ્યું છે, પરંતુ એ એના ત્રણ પશ્ચિછેદ પૂરતું જ છે આ પ્રમાણુવાર્તિક પદ્યમા ૧૪પર કારિકાઓમાં રચાયેલું છે અને એ ચાર પરિચ્છેદમા વિભક્ત છે. પહેલામાં પ્રમાણસિદ્ધિ, બીજામાં પ્રત્યક્ષ, ત્રીજામાં સ્વાર્થીનુમાન અને ચોથામા પરાર્થનુમાન એમ વિષય છે. પેટાવિષય વિષે બૌદ્ધદશન (પૃ. ૧૧૮)માં ઉલ્લેખ છે.
પ્રમાણવાતિના ઉપર ધર્મકીતિએ જાતે ટીકા રચી છે. મૂળ તેમ જ ટીકાને પણ હરિભદ્રસૂરિએ “વાર્તિક” કહેલ છે આવું વલણ અન્યત્ર પણ જોવા મળે છે. મમ્મટે કાવ્યપ્રકાશ અને એની સ્વપજ્ઞ વૃત્તિને કાવ્યપ્રકાશ તરીકે, “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન અને એની અલંકારચૂડામણિ નામની ટીકાને કાવ્યાનુશાસન તરીકે, કસાયપાહુડ અને એને લગતા યતિવૃષભના ગુણિસુત્ત તેમ જ એને ઉપરની ઉચ્ચારણાચાર્યની ઉચ્ચારણુંવૃત્તિને કસાયપાહુડ તરીકે, હરિભદ્રસૂરિએ સમ્મJપયરણની ટીકાને સંમતિ તરીકે, જિનભગણિએ આવસ્મયની નિજજુત્તિને આવસ્મય તરીકે તેમ જ વિશેસાને પણ આવસ્મય તરીકે અને કોટયાચાર્યે નિસીહની વૃત્તિને નિશીથ તરીકે ઓળખાવેલ છે
૧ જુએ ઉપખ ડ