________________
૧૦૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૩) ધર્મબિન્દુનું ગુજરાતી ભાષાતર ભાવાર્થપૂર્વક શ્રી મણિલાલ નથુભાઈ દોશીએ કર્યું છે. એ મૂળ સહિત “જૈન પત્ર ઓફિસ” તરફથી સ્વ ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ઈ. સ. ૧૯૧૨મા પ્રકાશિત કર્યું છે
(૪) કઈ કે મૂળ તેમ જ એની મુનિચન્દ્રસૂરિકૃત ટીકાનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. આ મૂળ અને આ ટીકા સહિત “જૈ. આ સ.”એ વિ. સં. ૧૯૬૭મા છપાવ્યું છે, પરંતુ ભાષાંતરક્તનું નામ આપ્યું નથી.
(૫) શ્રી. મણિલાલ નથુભાઈ દોશીએ ધર્મબિન્દુ (અ. ૧-૩)ને ગુજરાતી અનુવાદ કર્યો છે. એ એટલી મૂળ કૃતિ સહિત શ્રાવકધર્મ એ નામથી એમના તરફથી પ્રથમ ભાગ તરીકે ઈ. સ. ૧૯૨૯મા. છપાવાય છે. ત્યાર પછી બીજો ભાગ બહાર પડ્યો હોય તે તેની મને ખબર નથી.
(૬૬) ધર્મલાભસિદ્ધિ આ કૃતિને ઉલેખ સુમતિગણિએ કર્યો છે. પ્ર. વેબરે એમના બીજા હેવાલ (પૃ. ૯૮૭)મા આ કૃતિની નોંધ લીધી છે. જિ, ૨, કે મા આની કશી નોધ નથી (૬૮-૬૯) ધર્મસારપ્રકરણ અને એની પણ ટીકા
ધર્મસાર નામની કૃતિ સંસ્કૃતમાં કે પાઈયમાં અને તે પણ ગદ્યમા કે પદ્યમાં રચાઈ છે એ જણસ્થાનું કોઈ સાધન હોય તે તે ચર્ષિકૃત પંચસંગહ (ગા. ૮) ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૧૧)માની નિમ્નલિખિત પક્તિ છે –
“अत एवोक्तं हरिभद्रसू रिणा धर्मसारप्रकरणे-'साध्यव्याघिसममेव તન' રતિ ”