________________
૧૦૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ઉપર ગણવેલા ગુણોમા ચોથા ભાગ જેટલી ન્યૂનતા હોય તે એ મધ્યમ કેટિની લાયકાત ગણાય, અને જે અડધોઅડધ ન્યૂનતા હોય તે એ જધન્ય કટિની લાયકાત ગણાય આ સંબધમા ઉપર્યુંકત દસ અનેના મત રજૂ કરાયા છે. એ દસે એકઠા મળી જાણે વાદવિવાદ કરતા હોય એ રીતે હકીકત હુ અહીં આપું છું –
વાયુ–ગુણો પૂરેપૂરા હેવા જ જોઈએ, કેમકે જે કાર્ય સમગ્ર ગુણે હોય તે જ સિદ્ધ થાય તેમ હોય તે અડધા ગુણોથી યે સિદ્ધ ન જ થાય. જે એમ નહિ માનીએ તો કારણ અને કાર્યની વ્યવસ્થાને – મર્યાદાને નાશ થાય અડધાપડધા કારણોથી જે કાર્ય થતુ હોય તે સમરત કારણેની સામગ્રીને ખપ શો રહ્યો?
વાલ્મીકિ–પ્રવાદી વાયુ તમારું આમ કહેવું ઠીક નથી, કેમકે ગુણરહિત વ્યક્તિમાં કોઈક રીતે ગુણ ઉદ્ભવે છે.
વાયુ–કેઈક રીતે એટલે ? વાલ્મીકિ–નિર્ગુણ વ્યક્તિમાં રહેલી ગ્યતાને લઈને. વાયુ–દાખલે આપી આ સમજાવો.
વાલ્મીકિ–જેમ કોઈ જ તુ નિર્ગુણ હોવા છતા વિશિષ્ટ કાર્યના કારણરૂપ ગુણોને પામે-મેળવે છે તેમ જે વિશિષ્ટ કાર્યના કારણરૂ૫ ગુણ ન હોય તે પણ કઈ રીતે વિશિષ્ટ કાર્યને પામશે ત્યારે શે વિરોધ આવશે ? શું કઈ દરિદ્રને એકાએક રાજ્યાદિને લાભ થઈ જતા નથી? આથી તે હુ કહુ છુ કે ગુણરૂપ વિશિષ્ટ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ કોઈક વાર થાય છે
વ્યાસ–વાલ્મીકિ ! તમારુ આ કથન નકામુ છે. વાલ્મીકિ–કંઈ કારણ?