________________
૩૩ર હરિભદ્રસૂરિ
[ ઉપખંડ કહેવું છે કે પ્રથમ હીન ગુણની ઉપમા અપાઈ હોય તે જ આગળ ઉપર અધિક ગુણની ઉપમા આપી શકાય. જે અભિધાનમાં એટલે કે વાચકના ધ્વનિમાં ક્રમ નહિ સચવાય તો અભિધેય એટલે વાગ્યને પણ ક્રમ નહિ સચવાય. એમને સિદ્ધાત એ છે કે જે ક્રમ વિનાનું છે તે અસત છે. લવિ. (પત્ર ર૬)માં આ સંબંધમાં નીચે મુજબ અવતરણ અપાયું છે –
“અમેવર્સત્ . આ મતના અનુયાયીઓના અભિપ્રાય પ્રમાણે ભગવાનને “પુરુષવરગંધહસ્તી' ન કહી શકાય, કેમકે આ પૂર્વે એમને “પુરુષોત્તમ” પુરુષસિંહ” અને “પુરુષવરપુડરીક ” કહ્યા છે.
જગલીન મુક્તવાદ–મુક્ત થયેલ છવ જગત્કર્તમાં લીન થઈ જાય છે એવો આ વાદને અર્થ છે. સંતાનના શિષ્ય આ વાદને
અનુસરે છે. આ સંપ્રદાયની કોઈક કૃતિમાથી લવિ. (પત્ર ૬૦)માં નિમ્નલિખિત અવતરણ અપાયું છે –
___ " ब्रह्मवद् ब्रह्मसङ्गताना स्थिति " અર્થાત બ્રહ્મની સંગતિ કરનારાઓની સ્થિતિ બ્રહ્મ જેવી છે. એમના મતે ભગવાનને “મુક્ત” કે “મોચક” (અર્થાત કર્મબંધનથી વિમુક્ત બનાવનાર) ન કહી શકાય.
પરાક્ષજ્ઞાનવાદ–આ વાદના પુરસ્કર્તા કેટલાક મીમાંસકે છે. એમની કઈક કૃતિમાથી લવિ. (પત્ર પ૮આ)માં નીચે પ્રમાણેનું અવતરણ અપાયું છે –
“અપ્રત્યક્ષા ૨ નો વૃદ્ધિ, પ્રત્યક્ષોઃ ” અર્થાત આપણી બુદ્ધિ પ્રત્યક્ષ નથી એટલે કે પરોક્ષ છે અને અર્થ તે પ્રત્યક્ષ છે.