________________
૨૪૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
એટલે એઓ એમને “ગુરુ” તરીકે સંબોધે છે. એ ગમે તે હે, પ્રમાણમીમાંસાના કર્તા કોઈ જેન આચાર્ય છે અને તે પણ “શ્વેતાંબર” છે એમ લાગે છે.
પ્રમાણુમીમાંસા નામને જે ગ્રંથ હરિભદ્રસૂરિએ ને છે તેની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. પૃ. ૬૮માં જે અવતરણને પ્રારંભ કરી પૃ. ૭૧મા જે પૂર્ણ કરાયું છે તે આ પ્રમાણુમીમાંસાનું હશે, જો કે એ આપતા પહેલા નીચે મુજબને ઉલ્લેખ હરિભદ્રસૂરિએ કર્યો છે –
" निर्णीतमेतदस्मद्गुरुभि प्रमाणमीमांसादिषु"
હરિભદ્રસૂરિની પૂર્વે રચાયેલા પ્રમાણમીમાંસા નામના ગ્રંથની કોઈએ નોધ લીધી છે કે કોઈએ એમાંથી અવતરણ આપ્યું છે ખરું ?
“કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પ્રમાણમીમાંસા નામની કૃતિ રચી છે અને એ જેટલી મળી તેટલી છપાવાઈ છે. શું એમણે આ અનુપલબ્ધ ગ્રંથ જે હશે ? શુ એ જોઈને એમણે પિતાની કૃતિનું આ નામ ચેર્યું હશે ? શું આ એમની છેલ્લી કૃતિ હોવાથી, એ અપૂર્ણ રહેવા પામી છે ?
૧ બીજા અધ્યાયના પહેલા આહ્નિકના ૩૫ સૂત્ર–એક દર સે સૂત્ર અને એને લગતી સ્વપજ્ઞ વૃત્તિ અને ૩૪મા સૂત્રની ઉત્થાનિકા પૂરતી વૃત્તિ જેટલે વિભાગ “સિ જે. ગ્ર.”મા ઇ. સ. ૧૯૩૯મા છપાવે છે. બાકીને વિભાગ અનુપલબ્ધ છે.
મોતીલાલ લાધાજી તરફથી “આહત મત પ્રભાકર”મા મયૂખ ૧ તરીકે પ્રમાણમીમાંસા પણ વૃત્તિ સહિત આ પૂર્વે વીરસવત ૨૪પર (= ઈસ ૧૯૨૫)માં પ્રસિદ્ધ કરાઈ હતી એના કરતાં આ નવીન પ્રકાશન અલ્યાસીને વિશેષ ઉપયોગી બન્યુ છે.