________________
૧૪૪
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ,
દસમી વીસિયામાં શ્રાવકોની પ્રતિમાનું વર્ણન છે. એ પ્રતિમાઓનાં નામ પ્રતિમા’ શબ્દને બાજુએ રાખતા નીચે મુજબ છે –
(૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પોષધ, (૫). પ્રતિમા, (૬) અબ્રહ્મ, (૭) સચિત્ત, (૮) આરંભ, (૯) પ્રેષ, (૧૦) ઉદિષ્ટવર્જક અને (૧૧) શ્રમણભૂત.
આ પ્રતિમાઓ અનુક્રમે એક માસ, બે માસ એમ છેલ્લી અગિયાર. માસ વહન કરાય છે.
અગિયારમી વીસિયા સાધુ-જીવનને ખ્યાલ આપે છે.
બારમી વીસિયામાં ધર્મને “રાજ્ય સાથે અને સાચા શમણને “રાજ” સાથે સરખાવાયા છે. ધાર્મિક શિક્ષણ એ આ વીસિયાને મુખ્ય સૂર છે.
તેરમી વીસિયા એ સાધુ-સાધ્વીઓએ ભિક્ષા લેતી વેળા જે કર દોષો વર્જવા જોઈએ તે હકીકત પૂરી પાડે છે. આ બાબત પંચાસગમાના પિંડવિહિ” નામના પંચાસગમા જેવાય છે.
ચૌદમી વીસિયામા શુદ્ધ રીતે ભિક્ષા દ્વારા મેળવેલા આહારમાં વિઘ્નરૂપ બનતી બાબતોને નિર્દેશ છે.
પંદરમી વીસિયાનો વિષય આલોચના છે સોળમી વીસિયામાં પ્રાયશ્ચિત્તોને અધિકાર છે.
સત્તરમી વીસિયાને વિષય “ગ” છે. એની ગા. ૧માં કહ્યું છે કે મોક્ષે લઈ જનારી પ્રવૃત્તિ તે “યોગ” છે. ગા. મા ભેગના પાંચ પ્રકારે ગણાવાયા છે. એમાના પહેલા બે તે “કર્મ-ગ” છે; બાકીના. ત્રણ “જ્ઞાન-યોગ” છે આ પ્રત્યેકના ચાર ચાર ભેદે અને એ પ્રત્યેક ભેદના ચાર ચાર ઉપભેદે છે. આમ યોગ ૮૦ જાતને છે. ગા. ૮માં અનુકંપા, નિર્વેદ, સ વેગ અને પ્રશમને નિર્દેશ છે.૧ ગા. ૧૪મા
૧ સમ્યક્ત્વના લક્ષણરૂપ આસ્તિક્ય ઇત્યાદિને અહી પશ્ચાતુપૂર્વીએ. ઉલ્લેખ છે. એવો ઉલ્લેખ તત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૨)ની હારિભદ્રીય ટીકા (પત્ર ૨૦)માં પણ છે.