________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વિષય–આ દ્રવ્યાનુયોગને લગતી કૃતિ છે. એમાં તાર્કિક શૈલીએ દાર્શનિક બાબતે ચર્ચાઈ છે. ચાર્વાક આદિના મતોના નિરસનપૂર્વક
જીવની સિદ્ધિ અને જૈન દષ્ટિએ એના સ્વરૂપનું નિરૂપણ એ આ અનુપમ કૃતિને મુખ્ય વિષય છે. એ દ્વારા જીવની અનાદિ– અનંતતા, પરલોકગામિતા, અમૂર્તતા, પરિણામિતા, દેહવ્યાપિતા, જ્ઞાતૃતા, કર્તતા અને ભકતૃતા વિચારાઈ છે. લગભગ પ્રારંભમાં ગા.૨૦મા ધર્મની વ્યાખ્યા નીચે મુજબ અપાઈ છે –
“ वारेइ दुग्गतीए पडन्तमप्पाणगं जतो तेणं।
धम्मो त्ति सिवगतीड व सततं धरणा समक्खाओ ॥२०॥" ત્યાર બાદ ધર્મને અંગે વ્યવહાર-દષ્ટિએ તેમ જ નિશ્ચય-દષ્ટિએ વિચાર કરતા ગા. ૨૬મા શૈલેશી અવસ્થામા–ચૌદમા અર્થાત અંતિમ ગુણસ્થાનમા ધર્મ છે અને એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલ વ્યક્તિ દ્વારા કરાતુ ધર્મનું સેવન તે આ ધર્મની પ્રાપ્તિમાં સહાયક છે એ બાબત વિચારાઈ છે. ગા ર૭મા ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ નિક્ષેપને ઉલલેખ છે
અવાર વિષય તરીકે આઠ પ્રકારના કર્મોનું નિરૂપણ (ગા. ૬૦૬૬૨૩), સમ્યત્વની પ્રાપ્તિ, એના પ્રકારો તેમ જ એના લક્ષણે (ગા. ૭૮૮-૮૧૪), જ્ઞાનના પાચ પ્રકારો ઇત્યાદિ (ગા. ૮૧૫–૮૫૫), સાધુઓના મહાવ્રતો (ગા. ૮૫૬-૮૬૧), સર્વજ્ઞતાની સિદ્ધિ (ગા. ૧૧૪૬–૧૧૬૬) અને મુક્તિમાં સુખ (ગા. ૧૩૭૬–૧૩૮૫) એ બાબતે હાથ ધરાઈ છે.
પ્રસગવશાત ગા. ૨૮૯–૩૩૦મા સમવાયનું નિરસન છે.
ગા. ૯૧૯-૯૨૦માં તત્ત્વાર્થ સૂત્રના આદ્ય સૂત્રને અનેકાત-દષ્ટિએ વિચાર કરાય છે.
૧-૨ આ વિષય આત્મસિદ્ધિ અને દસણસુદ્ધિમા પણ છે.