________________
૩૦૬
હરિભસૂરિ
[ ઉપખંડ
એ બાબતને મત મેં પૃ. ૧૦૩માં નો છે. મુનિચન્દ્રસૂરિએ આ વસુને સિદ્ધાતમા નિર્દેશેલા એક રાજ કહ્યા છે. વિશેષમાં દીક્ષા સંબંધી એમને મત કંઈક વ્યાસને અનુસરે છે એમ એમણે કહ્યું છે.
(૨૬) વસુબંધુ જિનવિનયએ “શ્રીમિક્રવાર્થી સમનિઃ ” (પૃ. ૧૨)માં હરિભદ્રસૂરિએ પોતાની કૃતિઓમાં જે ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોના નામે આપ્યા છે તે ગણાવ્યા છે. એમાં “વસુબંધુ” નામ છે.
જન્મસ્થળ–વસુબંધુને જન્મ “ગાધારમા થયે હતો.
મોટા ભાઈ–મૈત્રેયનાથના શિષ્ય અસંગ એ વસુબ ધુને મેટા ભાઈ થાય છે.
સમકાલીન વ્યક્તિઓ–“ભાષિક શાખાના સંધભદ્ર અને મરથ એ બને વસુબંધુની સમકાલીન વ્યકિતઓ છે.
પરિવર્તન–વિભાષિક” શાખાના એક પ્રરૂપક તરીકે વસુબ ધુએ જીવનની શરૂઆત કરી, જે કે “સત્રાતિક વિચારધારા તરફ એમની અતિશય સહાનુભૂતિ હતી. આગળ જતા અસ ગના સંગથી એમણે
ગાચાર'ની માન્યતા સ્વીકારી. આમ એમની વિચારધારામાં પરિવર્તને થયા. નવાઈની વાત એ છે કે એને ક્રમ પણ બોદ્ધોની ચાર શાખાઓની ઉત્પત્તિના ઐતિહાસિક ક્રમને અનુસરે છે.
આયુષ્ય–વસુબંધુ ૮૦ વર્ષે અવસાન પામ્યા હતા.
સમય–વસુબંધુના સમય વિશે મતભેદ જોવાય છે. કેટલાક એમને સમય ઇ. સ ૨૮૦ ઇ. સ. ૩૬૦નો દર્શાવે છે તે કેટલાક ઈ. સ. ૪ર૦
૧ એમને સમય ઇ. સ ૨૮૦–ઇ સ ૩૫૦નો મનાય છે કેટલાકનું માનવું છે કે ઈ. સ. ૮૮૮માં સામતપાસાદિકાનો અને ઈ સ ૪૮૯મા વિભાષાવિનચનો ચીની ભાષામાં અનુવાદ કરનારી વ્યક્તિ તે જ આ સ ઘભદ્ર છે, જ્યારે કેટલાક આ બંને ભિન્ન ગણે છે.