________________
૭૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
હતો એ ઉલ્લેખ મળે છે. શું તે જ કૃતિ તે આ છે? અ ચ્છીચડામણિ એ નામથી એક કૃતિની નોધ સુમતિગણિએ લીધી છે. આ કૃતિ પાટણના ભંડારમા આજે પણ હયાત છે એમ જૈનદર્શનને અગેના “મૂળ ગ્રંથકાર–શ્રીહરિભદ્રસૂરિ” (પૃ. ૧૦૦)મા ઉ૯લેખ છે પણ જિ૦ ૨૦ કે મા તે આની નોધ નથી. અહચૂડામણિસાર, નામથી એક પાઈય કૃતિ પત્રાકારે પ્રકાશિત થઈ છે.૧ એ જ પ્રકાશન ઉપરથી ફરીથી આ કૃતિ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે નામના. પુસ્તકમાં પાંચમા ગ્રંથ તરીકે પૃ. ૩૨૫-૩૩૬માં છપાઈ છે. એમાં ૭૩ પડ્યો છે. એમાં અનેક અશુદ્ધિઓ જોવાય છે. એમ લાગે છે કે જાણે સંપાદક પાઈયે ભાષાથી અપરિચિત હોય. આ સંપાદકે “સંપાદકીય. નિવેદન” (પૃ ૨૦)માં ઉપયુક્ત પત્રાકાર પ્રકાશનને અંગે કહ્યું છે કે અહચૂડામણિસાર “ઘણું જ અશુદ્ધ રીતે ” છપાવાયો છે. જે આ વાત ખરી હોય તે એ પત્રકાર પ્રકાશનની શી કિંમત ? મારી સામે તે આ બીજી વાર છપાયેલી જ કૃતિ છે. એના કર્તા તરીકે સંપાદક ભદ્રબાહુસ્વામીને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માટે કઈ આધાર આપે. નથી. વળી આ ભદ્રબાહુસ્વામી તે કોણ તે પણ કહ્યું નથી. -
આ કૃતિનું પ્રથમ પદ્ય નીચે મુજબ અશુદ્ધ સ્વરૂપે છપાયું છે – ૧ જિ.૨.કે(વિ. ૧)માં આની નોધ નથી. આ કૃતિ સટીક વિ. સ. ૧૯૯૩મા “મહાવીર ગ્રંથમાલા”માં ધૂળિયાથી છપાવાઈ છે એના ઉપરથી એને જૈન સામુદ્રિશ્ના પાંચ ગ્રંથમાં સ્થાન અપાયું છે.
૨ આ પુસ્તક શ્રી. સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ ૧૯૪૭મા. પ્રસિદ્ધ કર્યું છે. એમાં નીચે મુજબની પાચ કૃતિઓ ગુજરાતી અનુવાદ સહિત અપાઈ છે –
સામુદ્રિતિલક, હસ્તસંજીવન, સામુદ્રિકશાસ્ત્ર, હસ્તકાંડ અને, અહંચૂડામણિસાર (પાઇયમાં).
પ્રસ્તુત પુસ્તકમાં વિસ્તૃત વિષયસૂચી અપાઈ છે