________________
૩૮
હરિભદ્રસૂરિ !
[ પૂર્વ ખંડ
હરિભદ્રસૂરિ–મને અંબિકા દેવીની સહાયતા છે.
આ સાભળી સુરપાલે એક ચાલાક દૂતને બોદ્ધોના ગુરુ પાસે મોકલ્યો. એણે એની સાથે કહેવડાવ્યું કે અહીં એક બૌદ્ધ મતને વિરોધી પંડિત આવે છે અને એ પિતાને વાદી” કહાવે છે એથી હું લજવાઉં છુ તો એને હરાવાય એવો કોઈ ઉપાય યોજશો. - દૂત ગયો અને એણે બૌદ્ધોના ગુરુને મળીને સંદેશે કહ્યો. વાત ચાલતા ચાલતા એમ નક્કી થયું કે જે હારે તે તપેલા તેલના કુડામાં પડે.
ઘેડે દહાડે બૌદ્ધ ગુર આવી પહોંચતા સૂરપાલે વાદને પ્રબંધ કર્યો. બૌદ્ધોના ગુરુએ “આ બધું અનિત્ય છે' એમ એકાતે પ્રતિપાદન કરવા માડયું. હરિભસૂરિએ એનું યુક્તિપૂર્વક ખંડન કર્યું. આથી એ હારી ગયો અને એ તપેલા તેલના કુંડામાં પડ્યો.
પિતાના ગુરુને પરાભવ અને મૃત્યુ થતા એમના પાચેક પ્રવીણ શિષ્યોએ હરિભસૂરિ સાથે વાદ કર્યો, પરંતુ તેઓ પણ હારી ગયા અને તેલના કુંડામા પડી મરણ પામ્યા.
બીજા શિષ્યોને રષ ચ તેઓ પિતાની શાસનદેવી તારાને ગમે તેમ કહેવા લાગ્યા. એ ઉપરથી એ દેવીએ કહ્યુંઃ હંસને અને પરમહંસને જિનપ્રતિમાના મસ્તક ઉપર પગ મુકાવી એમને તમે પાપમા પાડવા માગતા હતા, પરંતુ એમણે પોતાનું સત્ત્વ ન છેડયું તેથી હું રાજી થઈ હતી. તમારા ગુરુએ આ પરદેશથી ભણવા આવેલાઓ સાથે જે ખરાબ વર્તન ચલાવ્યું તેથી હું નારાજ થઈ હતી. આજે એને એને બદલે મળે જાણી મે ઉપેક્ષા કરી છે. હજી પણ તમારામાથી જેઓ આ કુગુરુને પક્ષ લેશે તેમને હુ સાથ નહિ આપુ; બાકી
૧ “અનિત્યમેવ સર્વ q” ઇત્યાદિ માટે જુઓ પ્ર. ચ. (પૃ. ૭૨, પ્લે ૧૬૦-૧૬૫).