________________
૬૩૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧૨૦) યોગવિશતિ મ. કિ. મહેતાએ આની નોંધ લીધી છે. આ વીસવીસિયા (વી. ૧૭) હશે.
(૧૨૧) ગશતક ચ, પ્રમ આની નેધ છે એમ પં. હરગોવિંદદાને અને કલ્યાણવિજયજીએ કહ્યું છે પરંતુ એની બે આવૃત્તિમાં તે એવો નિર્દેશ નથી વળી હજી સુધી તો આ સસ્કૃત કૃતિ હોય તે તેની એકે હાથથી મળી આવી નથી. યોગશત નામની એક વૈદકની કૃતિ છે. આ ઉપરાત જોગસયગ નામની એક પાઈયે કૃતિ છે “નમિઝો મિની”થી એ શરૂ થાય છે. (જુઓ પૃ. ૮૯-૯૦) શું એ જ પ્રસ્તુત કૃતિ છે ?
હરિભદ્રસૂરિને નામે ઓળખાવાતી આ કૃતિમા ૧૦૧ કલેક છે, એટલે આ આચાર્યે રચેલા શતકમાની એ એક ગણાય.
ગશત નામની એક અનાત કૃતિ પણ છે. (૧૨૩ અને ૧૨૫) લગ્નસુદ્ધિ [લગ્નશુદ્ધિ] યાને (૧૨૨ અને ૧૨૪) લગ્નકુંડલિયા [લગ્નકુંડલિકા ]
આ કૃતિ જ. મ મા ૧૩૩ ગાથામાં રચાયેલી છે એને વિષય જ્યોતિષ છે અને એ લગ્ન પૂરતો મર્યાદિત છે.
કર્તત્વ–આ કૃતિની ૧૩રમી ગાથામાં “હરિભદ્ર એવો ઉલ્લેખ ૧ આથી “ફ.ગુ સ” તરથી અને “સિ જે. 2.”મા છપાયેલી એ બે આવૃતિઓ સમજવાની છે.
૨ જે. ચં. (પૃ. ૧૧૩)માં જે ૧૦૧ ગાથાની પેરશતની નોંધ છે તે જ આ છે.
૩ આ કૃતિ ભીમસિહ માણેકે વિ સં ૧૯૭૪માં છપાવી હતી. ત્યારબાદ ક્ષમાવિજયગણિએ એ ઈ સ ૧૯૪૧માં છપાવી છે.
૪ આની ખંભાતમાંની એક તાડપત્રી પ્રતિમાં આ નામ છે.