________________
૨૪ર
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
સંજ્ઞાઓને રથાને વાક્યર્થ, મહાવાક્યર્થ અને પર્યાથે એવી અભિનવ સંજ્ઞાઓ હરિભદ્રસૂરિની પૂર્વે કોઈ મુનિવરે યોજી હોય તે તે જાણવામાં નથી.
૩૩. સક્સ-પચરણ ઉપર મલવાદીએ ટીકા રચી હતી એ બાબતને સૌથી પ્રથમ નિર્દેશ કરનાર હરિભસૂરિ છે.
૩૪. સીમ ધરસ્વામીએ સંધ ઉપર ભેટ તરીકે એક ચૂલિકા મોકલ્યાની વાત રજૂ કરનાર તરીકે હરિભસૂરિ પ્રથમ છે. બાકી સીમંધર તીર્થ કરને ઉલલેખ તો વસુદેવહિડીગત પઢિયા (પૃ. ૮૪)માં છે અને એ કૃતિ તે એમની પૂર્વે રચાઈ છે.
૩૫ છેયસુત્ત અને મૂલસુત્તની સંખ્યા અનુક્રમે છે અને ચારની દર્શાવનાર તરીકે હરિભસૂરિ પ્રથમ છે.
૩૬. ધર્મની પરીક્ષા સુવર્ણની જેમ કપ, તાપ અને છેદ દ્વારા કરવાની બાબત રજૂ કરનાર જૈન તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ હોય એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતા જણાય છે. આ બાબતને વિવિધ કૃતિઓમાં ઉલેખ કરનાર તરીકે તે એઓ અદ્વિતીય સ્થાન ભગવે છે. એમની આ મનોદશા સત્યની વેવણા માટેની એમની તાલાવેલી સૂચવે છે અને મુમુક્ષુએ ગમે તે ધર્મને-કહેવાતા ધર્મને સ્વીકાર ન કરવું જોઈએ એની એઓ આ દ્વારા ચેતવણું આપે છે. - ૩૭. સમરાઈચરિય એ હરિભદ્રસૂરિની ઉત્તમ કવિ તરીકેની ગણના કરાવવા માટે પર્યાપ્ત સાધન છે
૩૮ ન્યાયનો નિર્દેશ કરનારા જૈન ગ્રંથકારમાં હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ હાય એમ જણાય છે.
૩૯. સમર્થવાદી હરિભદ્રસૂરિની સમન્વય-શૈલી મિથ્યાભિમાની વાદીઓના વાદ-રો, હઠિલાઓના હઠવુર અને જિજ્ઞાસુના મોહ-ક્વરને નાશ કરનારુ રામબાણ રસાયન છે.'
૧ શા વા. સ. (શ્લે ૧૯૪-૨૧૦)ગત સર્જનહાર વિધનું વક્તવ્ય.