________________
૩રપ
સમીક્ષા ] જીવન અને કવન
(૬) ૧શકસ્તવ, આને જિનસહસ્રનામસ્તોત્ર તેમ જ સિદ્વિશ્રેય સમુદયસ્તોત્ર પણ કહે છે. આ ગદ્યાત્મક કૃતિની નિગ્નલિખિત પતિઓ ચગશાસ્ત્ર (પ્ર. ૮)ની પર વિવૃતિ (પત્ર ૩૭ર )માં જોવાય છે –
૧ ઉપર્યુક્ત “. લા જે. પુ. સંસ્થા” તરફથી પ્રકાશિત આવૃત્તિ (૫ ૨૪૨-૨૪૫)માં આ છપાયું છે. વળી એ “અનેકાંત” (વ ૧, કિ ૮-૧૦)માં વિ. સં. ૧૯૮૬માં પણ પ્રસિદ્ધ થયું છે.
૨ નિસહસ્રનામસ્તોત્ર નામની વિવિધ કૃતિઓ છે – (અ) જિનસેને ૧૬૦ શ્લેકમાં રચેલી કૃતિ. (આ) આગાધર વિ સ. ૧૨૮૭માં રચેલી કૃતિ.
આ બને કૃતિ બનારસીદાસકૃત ભાષાજિનસહસ્ત્રનામસ્તોત્ર સહિત મૂલચંદ કિસનદાસ કાપડિયા તરફથી વીરસંવત ૨૪૭૭મા છપાઈ છે
(ઇ) “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિની કૃતિ આને અન્નામસહસમુચ્ચય કહે છે. એમાં ૧૦૦૮ નામે છે. એ દસ પ્રકાશમાં વિભક્ત છે જૈનસ્તોત્રસ દાહ(ભા. ૧, પૃ. ૧–૧૩)માં છપાયેલ છે.
(ઈ) દેવવિજયગણિએ વિ સં. ૧૮૫૮માં રચેલી કૃતિ એના ઉપર વિ સં. ૧૬૯૮મા સ્વપજ્ઞ ટીકા રચાઈ છે
(ઉ) વિનયવિજયગણિએ વિ સ. ૧૭૩૧મા મુખ્ય નયા “ભુજંગપ્રયાત” છ દમાં ૧૪૯ પદ્યમાં રચેલી કૃતિ. પહેલાં ૧૪૩ પદ્યમાં સાત સાત વાર નમસ્ત” છે પ્લે. ૨૧-૧૧૭ તીર્થકરના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. આ કૃતિ ગુજરાતી ભાષાતર સહિત “જે. ધ સ ” તરફથી વિ સં. ૧૯૯૪માં છપાવાઈ છે.
() સકલકીર્તિએ ૧૩૮ શ્લોમા રચેલી કૃતિ. (૪) “સ્વમુવે નમસ્ત”થી સારૂ થતી અજ્ઞાતત્ત્વક કૃતિ.
આ બધી કૃતિઓને તેમ જ સૂર્યસહસ્ત્રનામસ્તોત્રને અંગે મે એક લેખમાં વિચાર કર્યો છે એ લેખ “જિનસહસ્ત્રનામસ્તોત્ર નામની કૃતિઓ” એ શીર્ષકપૂર્વક “દિગબર જૈન” (વ. ૪૪, અં. ૧૦-૧૧)માં પ્રસિદ્ધ થયેલ છે.
આ વિચાર કર્યા
દિગબર જૈન”