________________
ધ્યાનશતક
* (૧) મન:પર્યાયજ્ઞાની મુનિ અને અનુત્તરવાસી દેના સંશય ભગવાન કેવળજ્ઞાનથી જાણીને દ્રવ્યમનેગથી એને ઉછેદ કરે છે, અર્થાત્ સંશય-સમાધાનની વિચારણાને એગ્ય માનસ પુદ્ગલ ગોઠવે છે, ને એને પેલા સંશયગ્રસ્ત આત્મા વિશિષ્ટ જ્ઞાનથી જોઈ લઈ સમાધાન પામી જાય છે. * (૨) ત્યારે પ્રભુને વચનગ પણ એટલે બધો અનુપમ છે કે સમવસરણ પર પ્રભુની વાણું જેજનગામિની હોય છે, દરેક અક્ષર–પદ-વાક્ય સાફ સ્પષ્ટ અને સમજવા સરળ હોય છે. વળી સ્વેચ્છ, આર્ય અને તિય ચે કે જે જુદી જુદી ભાષાવાળા હોય છે એમને પિતપેતાની ભાષામાં એ વાણી પરિણમી જઈને સમજાઈ જાય છે. ત્યારે એ વાણી શ્રોતાના મનને એટલે બધે આનંદ આપનારી હોય છે કે કદાચ છ મહિના સુધી સતત સાંભળવા મળે તે ય ત્યાં ભૂખ-તરસ-થાક વગેરેની કઈ જ પીડાને અનુભવ ન થાય. વળી એમાંનું એકેક વાય પણ અનેકના ભિન્ન ભિન્ન સંશને દૂર કરવામાં સચોટ સામર્થ્ય ધરાવે છે. ત્યારે જિનવાણીને રસ પણ એટલે અગાધ, કે સમસ્ત જીવનભર સાંભળે તે ય શ્રોતા તૃપ્તિ ન પામે, ધરાઈ ન જાય, પરંતુ હજી ય અધિક અધિક સાંભળવા તલસાટ રહે.
(૩) પ્રભુને કાયમ યાને કાયિક પ્રવૃત્તિ પણ સર્વ દેવતાઓ કરતાં ય અધિક તેજસ્વી અને મનોહર હોય છે, છતાં ખૂબી એ કે એનાથી જીવેના સમૂહને ગભરાતા. નહિ પણ હમેશા પ્રશાંત સ્વરૂપવાળા કરી દે છે. એમની