________________
ભક્તિના વીસ દોહરા
અનંત દોષમાંનો મૂળ દોષ તો આત્માની ભ્રાંતિ, મિથ્યાત્વ, અજ્ઞાન તે છે. એ દોષ ભગવાનની ભક્તિ, સદ્ગુરુની આજ્ઞા માનવાથી ક્રમે ક્રમે નાશ પામે છે. જીવ અહંકારને કારણે પ્રભુને માનતો નથી, પ્રભુની ભક્તિ કરતો નથી, પ્રભુને પ્રાર્થના કરતો નથી, નમ્ર બનતો નથી, વિનયી બનતો નથી, આજ્ઞાંકિત બનતો નથી; એટલે તેના દરેક દોષો દિવસે દિવસે વધતા જાય છે. જેને દોષો ખટકે છે તેના દોષો ક્રમે કરીને અટકે છે. પોતાના દોષો કાઢવા ભક્ત પ્રભુને રોજ પ્રાર્થના કરે છે કે,
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. અનંતનું' શબ્દમાં બે ભાવ રહ્યા છે. એક તો અનંત કાળથી હું દોષિત છું. આ જીવે આ ભવમાં જ દોષ કર્યા છે એવું નથી, અનંત કાળથી દોષ કરતો કરતો આવ્યો છે. બીજું આત્મામાં અનંત ગુણો છે અને આત્માના જેટલા ગુણો છે, તે ગુણોથી વિરુદ્ધ એટલા જ દોષો છે. માટે આત્મામાં અનંત દોષો રહ્યા છે. જો આત્મામાં એક પણ ગુણ પ્રગટ્યો નથી તો એ ગુણોથી વિરુદ્ધ બધાય દોષો રહ્યા છે. ક્ષમા નથી તો ક્રોધ છે, સરળતા નથી તો માયા છે, નમ્રતા નથી તો માન છે અને સંતોષ નથી તો લોભ છે. એવી રીતે અનંત ગુણના વિરોધી અનંત દોષો છે. જીવને ખ્યાલ પણ નથી આવતો કે માસમાં કેટલા દોષ છે. એટલે અહીં અનંત શબ્દ વાપર્યો છે કે હે પ્રભુ! મારામાં અનંત દોષ છે.
પ્રભુ પાસે જવાથી, ખુલાસો કરવાથી હળવે હળવે દોષો નીકળી જાય છે. જે દોષને છુપાવે છે તેના દોષો વધતા જાય છે. જે ભગવાનને અર્પણ થઈ જાય છે, ભગવાનની આજ્ઞામાં રહે છે. દરરોજ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તેને કશું માંગવું પડતું નથી, માગ્યા વગર જ બધું મળી જાય છે. પરમાત્મા અને આત્માની એકતા થવી તે પરાભક્તિ છે. ગંગાસતી જણાવે છે,
ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે; ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા મેરબાન રે.
શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વ્રતમાન રે. હરિને પ્રાપ્ત કરવા માટે ભક્તિ એ પ્રેમદા છે. આ ભક્તિમાર્ગના દોહરા છે. તેમાં ભક્તિ દ્વારા, પ્રાર્થના દ્વારા ભક્ત પોતાના બધા દોષોનું ક્રમે ક્રમે વર્ણન કરે છે અને કહે છે કે હે