________________
ભક્તિના વીસ દોહરા
ૐ નમઃ સિધ્ધેભ્યઃ
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય - વીસ દોહરા
ગાથા - ૧
હૈ
પ્રભુ હૈ પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.
3
ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપને હું શું વિનંતી કરું ? તમે તો દીનનાથ છો, દયાળુ છો. હું તો અનાદિ કાળથી અનંત પ્રકારના દોષોનું ભાજન છું. મારામાં અનંતા દોષો રહ્યા છે. તો, હે કરુણાળુ પ્રભુ ! મારા એ દોષોનો નાશ થાય એવી હું ખરા હે હૃદયથી આપને પ્રાર્થના કરું છું. કેમ કે, જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. કોઈ પણ જીવમાં જે કોઈ દોષો હોય – ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, મોહ હોય વગેરે અનંત દોષો પ્રભુનું શરણ લેવાથી, પ્રભુનો આશ્રય કરવાથી, પ્રભુની આજ્ઞા માનવાથી વિલય થઈ જાય છે. દરેક જીવને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, પરંતુ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થતી નથી. કેમ કે, પોતામાં રહેલા જં દોષો છે, એ દોષો તેણે કાઢ્યા નથી. દોષો કાઢ્યા વગર જીવ ગમે તે પ્રકારની ગમે તેટલી સાધના કરે પણ શાંતિ મળતી નથી. પગમાં વાગેલો કાંટો જેમ ખૂંચે તેમ જીવને દોષ ખૂંચવા જોઈએ. કોઈ જાણે કે ન જાણે અથવા જીવ પોતે પણ ભલે જાણે કે ન જાણે, માને કે ન માને પણ જ્યાં સુધી પોતામાં દોષ છે ત્યાં સુધી જીવ પોતાનું સાચું કલ્યાણ સાધી શકતો નથી. સૌથી મોટો દોષ તો એ છે કે જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૧૦૮ માં કહ્યું છે, તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.
જીવે અન્ય પદાર્થોને પોતાના માન્યા છે અને પોતે પોતાને શરીરરૂપે માન્યો છે, મનુષ્યરૂપે માન્યો છે, અમુક નાત કે જાતનો માન્યો છે - આ મોટો દોષ છે. આત્મા સિવાય અન્યમાં પોતાપણું કરવું એ અનંત કાળના પરિભ્રમણનું કારણ છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૦ માં કહ્યું છે, જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણદશા ટળે છે અને પરમાં નિજબુદ્ધિ કરવાથી પરિભ્રમણદશાની વૃદ્ધિ થાય છે. નિજ કો નિજ, પર કો ૫૨ જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન.