________________
પત્રાંક-૬૮૯ પ્રતિબોધ થાય છે. આ પ્રસંગ બોધનું કારણ થાય છે. દુઃખનું કારણ નહિ પણ જ્ઞાનનું કારણ થાય છે. બોધ એટલે જ્ઞાન. જીવને આ જ્ઞાનનું કારણ થાય છે. વિચારવાન જીવને જ્ઞાનનું કારણ થાય છે.
કે હે જીવ....... હવે વિચારવાનો જીવ પોતાને ને પોતાને સંબોધે છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે...” જે જે ઉદયભાવમાં, જે જે ઉદય પ્રસંગોમાં “મૂછવર્તતી હોય. મમત્વવર્તતું હોય, અહંપણું વર્તતું હોય તો તે
ત્યાગ કર, ત્યાગ કર, એનો તું ત્યાગ કર. ‘તે મૂછનું કંઈ ફળ નથી.....” એવી મૂછનું તને કોઈ ફળ નહિ આવે. તે મૂછનું કંઈ ફળ નથી. એ મૂછનો તને કોઈ લાભ થાય એવું ફળ નથી. ગમે તેટલી મૂછ કરી હશે અને વર્તમાનમાં કરીશ એનાથી તને કોઈ લાભ થવાનો છે એ વાતમાં કાંઈ માલ નથી. ‘તે મૂછનું કંઈ ફળ નથી....'
સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી.” કોઈ જીવને સંસારમાં શરણ મળ્યું છે, કોઈ સુરક્ષિત રહ્યો છે કે, ભાઈ ! આ ફલાણી જગ્યાએ શરણમાં જાય એટલે હવે એને વાંધો નથી. એવું સંસારમાં તો કોઈ
સ્થાન નથી. ધર્મની વાત જુદી છે. સંસારમાં કોઈ સ્થાન નથી. “સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી.” થવું નથી એટલે થયું નથી, થતું નથી અને ત્રણ કાળમાં થવાનું નથી. એવો ભાવ છે. .. “અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જેટલો કોઈ સંસારમાં મોહ થાય છે. મોહ થાય છે, વ્યામોહ થાય છે એટલે શું? આ જીવને સારું લાગે છે, ઠીક લાગે છે. આ ઘર, આ કુટુંબ, આ સંયોગો આ બધું મને સારું લાગે છે એવો જે મોહ છે, એ મોહ અવિચારપણા વિના કરવા યોગ્ય નથી અથવા થવા યોગ્ય નથી. અથવા જે કાંઈ જીવને એ સારું લાગે છે તે જ જીવનું અવિચારીપણું છે.
બીજી ભાષામાં વાત કરીએ તો જીવનો જે આનંદઅમૃત સ્વભાવ છે એ આનંદઅમૃત સ્વભાવના પ્રતિપક્ષભૂત આ ઝેર છે. જે કાંઈ મોહથી રસ આવે છે અને સંસારમાં સારું સારું લાગે છે. એમાં પણ એના વિકલ્પ પ્રમાણે હોય કે બરાબર ધાર્યું થાય છે. આ પણ આપણને અનુકૂળ છે, આ પણ અનુકૂળ છે, છોકરાઓ અનુકૂળ છે, બૈરા અનુકૂળ છે, બીજા બધા અનુકૂળ છે, વેવાઈવેવલા અનુકૂળ છે. બધું આપણે સરખું છે. જોકે એવું હોતું નથી. પણ આ તો