________________
૧૩
પત્રાંક-૬૮૯ કહ્યું છે.
જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે,...’ એ તો મર્યો પણ તારા અનંત જન્મ-મરણ વધે એનું શું ? એની તો સંભાળ કર. તને અનંત જન્મ-મ૨ણ વધે એવા કર્મ તું એ વખતે બાંધે છો. વિયોગ ન જોઈએ એટલે સંયોગ જોઈએ. સંયોગ લેવા માટે ફરીને તારે જન્મવું પડશે. જેટલો જેટલો સંયોગને ખેદ કરીને, દુઃખ કરીને ભાવે છે એ એની ભાવનાને ભાવે છે. એટલો ને એટલો ફરીને સંયોગ મળવાના કર્મ બાંધે છે, એમ કહે છે.
જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે,...' તેમાંથી વૃક્ષ થાય છે. તે મોહમાંથી દુ:ખ અને ક્લેશ પાંગરશે. તેને શાંત કર, તેનો ક્ષય કર.’ એવા મોહને તું શાંત કર, એવા મોહનો તું ક્ષય ક૨. ‘હે જીવ,...' આવો બોધ લેવાનો પ્રસંગ છે, એમ કહે છે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી.' આ સિવાય બીજો કોઈ આત્માને હિતનો ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે.’ વિચારવાન જીવ તો એ વગેરે એવા પ્રકારના વિચારોથી ભાવિતાત્મતાથી. પોતાના આત્માની ભાવનાને ભાવતા ભાવતાભાવિતાત્માતાથી. આત્મતા એટલે આત્મપણું. અને આત્મપણું ભાવવું એને એક શબ્દમાં નાખ્યું-ભાવિતાત્મતાથી. શબ્દો જોડવાની એમની શૈલી પણ સ્વતંત્ર ભાષાશૈલી છે. સામાન્ય માણસોને, વિદ્વાનોને આ પ્રકારના શબ્દપ્રયોગનો પણ અભાવ છે.
એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ...’ કરે છે-નિર્મળ કરે છે. વૈરાગ્યને નિર્મૂળ કરે છે. નિર્મળ વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. ઓલો વૈરાગ્ય નહિદુઃખગર્ભિત વૈરાગ્ય નહિ એમ કહે છે. પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે એ નિર્મળ વૈરાગ્ય છે. વૈરાગ્યના બે પ્રકાર. એક દુઃખગર્ભિત અને એક જ્ઞાનગર્ભિત. એવા વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થવિચારથી જુએ છે, તેને આ જ પ્રકા૨ ભાસે છે.’ એ વૈરાગ્યને દૃઢ કરે છે, નિર્મળ કરે છે. અને જે કોઈ જીવ યથાર્થ વિચા૨થી જો આ પ્રસંગને જોવે તો એને આવું જ ભાસશે. અમે લખ્યું એને એ જ પ્રકારે એને ભાસશે અને એ જ એને હિતનું કારણ છે. મુમુક્ષુની ભૂમિકામાં તો, યથાર્થ ભૂમિકામાં તો આવો જ પ્રકાર હોય. આવો ઉદય આવે ત્યારે બીજો પ્રકાર હોય નહિ, એમ કહેવું છે.