________________
પત્રાંક-૬ ૮૯ ખ્યાલ આવે કે આ દુઃખી થવા યોગ્ય નથી પણ પોતે મૂછ કરી છે એનું ફળ આવ્યા વિના રહેવાનું નથી. એ અવિચારદશાનું ફળ છે એટલે પહેલા વિવેક કર્યો નથી, જાગૃતિ રાખી નથી. જ્યારે એ પ્રસંગ નહોતો આવ્યો ત્યારે એ પ્રસંગને વિચાર્યો નથી. એણે અત્યારે વિચારી લેવું પડે કે આમ થવાનું જ છે. સંયોગમાં જે જે કુટુંબીઓ રહ્યા છે એનું આ પ્રમાણે નિધન થાવાનું, થાવાનું ને થાવાનું જ છે. અત્યારે થાય તો શું થાય એનો અત્યારે પ્રયોગાત્મક પદ્ધતિથી વિચાર કરી લેવો જોઈએ. માત્ર વિચાર નહિ પણ જાણે પ્રયોગ કરતો હોય એ પદ્ધતિએ એને વિચાર કરી લેવો જોઈએ. જો એ રીતે વિચારવાનપણું ન રહ્યું હોય તો દુઃખને ઉત્પન્ન થતું રોકી શકાય નહિ. નહિ રોકી શકાય.
“એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યથી ખેદને શમાવે છે...” આવું વિચારીને પણ... ભલે પૂર્વે વિચાર ન કર્યો હોય તો આ વખતે પણ આવું વિચારીને કે મેં જ પૂર્વે અવિચાર કર્યો છે, અવિચારીપણે હું જીવ્યો છું તેથી મને દુઃખ થાય છે, એમ વિચારીને અત્યારે પણ દુઃખને થોડું શમાવે છે, શાંત કરે છે. અથવા કોઈ વિશેષ પુરુષાર્થવાન જીવને “ઘણું કરીને તેનો ખેદ તેમને થતો નથી. એ વખતે કોઈને પુરુષાર્થ જાગે, જાગૃતિ આવે તો એ ખેદને નિવર્તાવે છે.
અમને તો કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, એ ખેદ કરવો એ આત્માને હિતનું કારણ છે એવું અમને દેખાતું નથી. કોઈ રીતે દેખાતું નથી કે આનાથી લાભ થાય છે. એવું કાંઈ દેખાતું નથી. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. ખેદનું હિતકારીપણું દેખાતું નથી છતાં જે બન્યું છે એ તો ખેદનું નિમિત્ત છે, દુઃખનું નિમિત્ત છે.
એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે.' જુઓ ! ક્યાંથી વાત લીધી ? આમ Turn લીધો છે. છે ખેદનો પ્રસંગ. હવે ખેદ કયા પ્રકારે થવો ઘટે? કે મૂછએ કરીને જે ખેદ થાય છે એવો ખેદ તો આત્માને જરાપણ હિતકારી નથી. હવે આ કાંઈ હરખનો પ્રસંગ તો છે નહિ. છે તો ખેદનો પ્રસંગ, શોકનો પ્રસંગ છે. કઈ રીતે એને વાળવો ? તે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. એટલે એક બીજી જાતનો ખેદ છે. એવો ખેદ ઉત્પન્ન થાય છે કે જે ખેદથી જીવને હિત થાય પણ અહિત ન થાય. એ વાત કરે છે. કે કેવી રીતે એને