________________
રાજહૃદય ભાગ–૧૪ વિચારમાં લેવો?
સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કિંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર... કેવી સરસ શૈલી લીધી છે ! કહે છે કે “સર્વસંગનું જેટલા કોઈ અત્યારે સંગમાં હજી કુટુંબીજનો બાકી રહ્યા હોય અને જેને જે કાંઈ હોય, એમાં કોઈ તને શરણ થાય એવું નથી, કોઈ તને બંધવપણું થાય એવું નથી). બંધવ એટલે શું?મદદ કરનાર. ભાઈ હોય તો મદદ કરે. ખરે વખતે કોણ મદદ કરે ? કે ભાઈ. અથવા ખરે વખતે મદદ કરે એ કોણ? ભાઈ ન હોય તોપણ ભાઈ. એને ભાઈ કહેવાય, એને બંધવપણું કહે છે. અહીંયાં કહે છે કે આ પ્રસંગમાં કોઈ મદદ કરી શકે એવું નથી.
‘સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું.... છે. કોઈ સંબંધો નિત્ય રહેવાના નથી. નક્કી વાત છે, નિશ્ચિત વાત છે કે કોઈ સંબંધો કાયમ માટે રહેવા સર્જાયેલા છે જનહિ. ધર્મશાળાના ઉતારામાં પહેલેથી ખબર છે. બીસ્ત્રો મૂકે ત્યારથી ખબર છે કે આ બીસ્ત્રો આજે મૂક્યો છે તે થોડા દિવસમાં ઉપાડવાનો છે, સંકેલવાનો છે. આમ પહેલેથી જેને ખબર છે એને બીસ્ત્રો ઉપાડતી વખતે એટલો શોક નથી, શોચ નથી. પણ નિત્યપણું માનીને થાણા થાપે છે, ધામા નાખે છે કે અહીંથી જાવું જ નથી. એને તો આકરું પડવાનું છે. એ વાત નક્કી છે.
‘સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છાણું...” છે. તને જેનો મહિમા લાગે છે એમાં કાંઈ વાતમાં માલ નથી. આજે જેના ઉપર રાગ કરે છે એ તારો રાગ પોસાય છે ત્યાં સુધી તો રાગ કરે છે પણ તારો રાગ નહિ પોસાય ત્યારે દ્વેષ થયા વિના રહેશે નહિ. તુચ્છ વાત છે એમ કહે છે. એનું શું મહત્વ છે? એનું તુચ્છપણું છેતેમ જ અન્યત્વપણું....” એ અન્ય છે. તારું કોઈ નથી. જગતમાં તારું કોઈ નથી. એકલો જભ્યો છો, સુખ-દુઃખને પણ એકલો જ ભોગવે છે, મરીશ પણ એકલો અને દુર્ગતિ અને સુગતિમાં જ્યાં કાંઈ પણ જાઈશ, નિર્વાણપદ સુધી પણ જે કાંઈ છે તે બધું જાવાનું એકલાપણે છે. આ તો બધી શાસ્ત્રોમાં ગાથાઓ આવે છે. એવું “અન્યત્વપણું દેખીને....” ભિન્નપણું. અન્યત્વપણું એટલે ભિન્નપણું દેખીને આવા પ્રસંગે પોતાને વિશેષ