________________
૧૮
રાજહૃદય ભાગ-૧૪
કે જેમાં મારું શાશ્વત કલ્યાણ હોય. “અવિનાશી નિઃશ્રેયસ્...’ એટલે અવિનાશી કલ્યાણ. નિઃશ્રેયસ એટલે કલ્યાણ. એવું પદ તો એક મોક્ષપદ છે. એટલા માટે મુમુક્ષુનો પ્રારંભ અહીંથી ગણવામાં આવ્યો છે. એ પહેલા મુમુક્ષુ ભલે ગમે તે કરતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય કે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય તોપણ એની શરૂઆત એટલા માટે નથી ગણી કે એણે નિઃશ્રેયસપદની પ્રાપ્તિની વૃત્તિ કરી છે ? ૫૨મ કલ્યાણ-મારું અવિનાશી કલ્યાણ થાવ. ત્યાં પાંચમી ગાથામાં પણ એ વાત લીધી છે. મારું અવિનાશી કલ્યાણ થાઓ. સ્વસ્તિ ! એમ કહ્યું કે સ્વસ્તિ ! તારું સ્વઅસ્તિ થાવ, અવિનાશીપણે કલ્યાણપદમાં અને શ્રેયસપદમાં તારી અસ્તિ રહો. ત્યાં પણ એ જ વાત લીધી છે. એટલે શરૂઆત અહીંથી થાય.
એવો જ્યા૨થી કોઈને ભલે મૃત્યુભયે કરીને કે મૃત્યુના પ્રસંગે કરીને પણ જ્યારે કોઈને એ પ્રકા૨ ઉત્પન્ન થાય છે કે મારે હવે કોઈ અનિત્ય સુખ નથી જોઈતું. થોડો કાળ મને ઠીક લાગે, થોડોક કાળ હું સુખી થાવ એવો હું અનુભવું અને પાછો દુઃખમાં ધકેલાય જાય. આવું મારે જોઈતું નથી. વારંવાર ઉથલધડો ક૨વો કોઈને પોસાતો નથી. ઉથલધડો એટલે વળી ફેરવીને બીજું કરવું પડે... વળી ફેરવીને બીજું ક૨વું પડે. વળી ફેરવીને બીજું કરવું પડે. આ તે કાંઈ જીવન છે ? એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કાયમ માટે આત્મા નિરાકુળ સુખશાંતિમાં રહી શકે એવી વ્યવસ્થા વિચારવી, એવી વ્યવસ્થાના ધ્યેયથી એ માર્ગને શોધવો, ખોજવો, મેળવવો, પ્રાપ્ત કરવો એ વિચારવાનપણું છે. બાકી જો એમ ન કરવામાં આવે ત્યાં સુધી અનાદિનું અવિચારીપણું છે એ ચાલુ ને ચાલુ રહેશે. આમ છે. આમ કોઈ એમ કહે કે અવિચારી છો ? તો એને સારું ન લાગે. અમને અવિચારી કહે છે !
મુમુક્ષુ :– ડાહ્યો માણસ હોય એને અવિચારી કહે.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. લોકો એને ડાહ્યો કહેતા હોય અને એને કોઈ એમ કહે... ડાહ્યો ગણાતો હોય એને એમ કહે કે અવિચારી છો. એને ગાળ દીધી હોય એવું લાગે. પણ જે મોહનો પરિણામ કરીને જીવ પોતાના હાથે પોતાના પગ ઉપર નહિ માથે ગળા ઉપર કુહાડો મારે છે, એ અવિચારીપણું નહિ તો બીજું શું છે ? બીજું શું ગણવું તો ? જે પોતાથી પોતાને નુકસાન કરે (એ અવિચારીપણું છે) એવી મીઠી છરી છે, મોહની છરી એવી મીઠી છરી છે. એ