________________
૧૬
રાજહૃદય ભાગ-૧૪ પ્રસંગથી, આ એક વિચારથી, આ એક વાસ્તવિકતાથી જીવ પરમાર્થના સ્થાને પોતાની વૃત્તિને દોરે છે, પ્રેરે છે. એટલે મૃત્યુ તો પ્રેરક છે એમ કહે છે. પરમાર્થના સ્થાને વૃત્તિને દોરવા માટે મૃત્યુ તો એક પ્રેરકપ્રસંગ છે. જુઓ ! કયાંને ક્યાં વાત ઉતારી ! શોકનો પ્રસંગ નથી, દુઃખનો પ્રસંગ નથી પણ આત્માને હિતમાં વૃત્તિ દોરવા માટેનો એક પ્રેરકપ્રસંગ છે.
મુખ્ય કરીને મૃત્યુને...” વિષે જે ભય થાય છે, એ ભયને લઈને પણ પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે.' સ્મશાન વૈરાગ્ય કો'કને કયારેક આવે છે. પણ ખરેખર કોઈ પરમાર્થ બાજુ વળે એવો કોઈ વિરલ જીવ હોય છે. બધા જીવો વળતા નથી. કેમકે આ પ્રસંગ તો બધાને છે. પણ કોઈ વિરલ જીવ, કોઈ હળુકર્મી જીવ, જેનું હોનહાર નિકટભવી છે એવા જીવને આવો પ્રસંગ છે એ વૃત્તિ પ્રેરિત થાય છે.
ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે.” વૈરાગ્ય તો લગભગ ઘણાને થાય છે. બહુભાગ જીવોને આ પ્રસંગે વૈરાગ્ય થાય છે. તોપણ તે બાહ્ય નિમિત્તથી જેમૃત્યુભય થાય છે એના ઉપરથી બાહ્ય જે ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એવૈરાગ્ય વિકાસ પામે-પરમાર્થના માર્ગે એનું કોઈ Development થાય-વિકાસ પામે તે પહેલા વિશેષ કાર્યકારી થયા વિનાનાશ પામે છે.”
માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધીકે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. જુઓ ! સરવાળે ક્યાંની ક્યાં વાત લઈ જાય છે ! બહુભાગ જીવો તો એ વૈરાગ્યને, સ્મશાન વૈરાગ્ય એટલા માટે કહ્યો છે કે સ્મશાનમાં હોય ત્યાં સુધી વૈરાગ્ય હોય. ઘરે આવે એટલે વળી વાતાવરણ બધું ફરી જાય. નાહી નાખ્યું એનું. ચાલો. એમ કરીને પાછો એ જે કાર્ય હોય એમાં તન્મય થઈ જાય. જોકે અત્યારે તો ઘણા ભાગમાં જોવામાં આવે છે, કે મોટા ભાગનાને તો સ્મશાન વૈરાગ્ય પણ નથી હોતો. ત્યાં પણ બીજી વાતો ચાલતી હોય છે. જે પ્રસંગને અનુરૂપ નથી હોતી એવો પ્રકાર જોવા મળે છે. આ કાળ બદલાઈ ગયો છે ને ? કાળ બદલાઈ ગયો છે. એટલે ત્યાં સ્મશાન વૈરાગ્ય જોવામાં આવતો હતો એ પણ નથી.
“માત્ર કોઈક વિચારવાન....” જીવ હોય. આત્મહિતનો વિચાર કરનાર કોઈ જીવ હોય અથવા સુલભબોધી.” હોય. જેને બોધ સુલભતાથી અસર