________________
રાજહૃદય ભાગ-૧૪ માનો કે હોય તો. કાંઈક તો હખળડખળ-હખળડખળ ચાલતું જ હોય. પણ માનો કે હોય અને સારું લાગે અથવા જેટલું હોય એટલું સારું લાગે. એટલું જીવ ઝેર ખાય છે. જેટલું સારું લાગે એટલું ઝેર ખાય છે. પણ એવું મીઠું ઝેર છે કે ઝેર ખાતી વખતે જીવને ખબર નથી કે મેં કેટલું ઝેર ખાધું? એ એને ખબર નથી. પણ જ્યારે આ પ્રસંગ ઉત્પન્ન થાય છે ત્યારે પછી એને અકથ્ય દુઃખનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. કહી શકે નહિ, બોલી શકે નહિ, વર્ણવી શકે નહિ. ક્યાંય સહન ન કરી શકે છતાં સહન કરવું પડે એવું જે દુઃખ ઉત્પન્ન થાય છે, એનું કારણ ઝેર એણે જપીધું છે, બીજું કોઈ કારણ નથી. આ સીધી વાત છે.
મુમુક્ષુ - અવિચારીપણું હોય તો જ ઝેર પીવે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એમ જ છે. જાણી જોઈને કોણ ઝેર પીવે? અરે ! એક ટીપું પડી ગયું હોય ને. આખા કુટુંબ માટે પાંચ-દસ કીલો દૂધપાકનું તપેલું ઉકાળ્યું હોય એમાં એક ઝેરનું ટીપું પડી ગયું હોય, ઢેઢગરોળી ઉપરથી જતી હોય તો કહે, ભાઈ ! હવે આનું પારખું કરવું નથી. એ થોડું ચાખી લે? એકાદ જણ ચાખી લે અને પછી બધા ખાઈએ. કોણ ચાખે? ટીપું પણ (ચાખવા તૈયાર નથી). એના બદલે ઘૂંટડે ઘૂંટડે ઘટક-ઘટક મોહની મૂછથી પીધું હોય એને જ્ઞાની અવિચારીપણું ન કહે તો બીજું શું કહે ? મીઠાશ એટલી વેદી હોય, સંયોગની મીઠાશ જેટલી વેદી એટલું વિયોગનું દુઃખ ઉત્પન્ન થાય. આ એનું પરિમાણ છે. મીઠાશ વેદી ત્યારે મૂછભાવે ભાન ભૂલીને વેદી છે. એટલે વિયોગ ટાણે એને ખબર નથી કે ઝેર ક્યારે ખાધું હતું અને કેટલું ખાધું હતું એ ભૂલી જાય છે. પણ એ તો પોતાના પરિણામનું ફળ છે. Action ની સામે Reaction આવ્યું છે બીજું કાંઈ નથી. શું કહે છે?
અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી” અવિચારપણું હોય તો જ મોહ થાય. મોહ થાય છે તે જ જીવનું અવિચારપણું છે. કેમકે એ વખતે ઝેર ખાય છે. આ મુદ્દો બહુવિચારવા જેવો છે. જ્યારે જ્યારે આ જીવને સંસારના કાર્યોમાં, પ્રસંગોમાં (મોહ ઉત્પન્ન થાય છે તે અવિચારીપણું છે). એવું બને છે. ઉદયનું કારણ છે બીજું કાંઈ નથી. એની સાથેનો એ પ્રકારનો ઉદય છે. પણ એ પોતે ઝેર ખાય છે. ઉદયમાં જોડાયને ઝેર ખાય છે, બીજું કાંઈ નથી. ‘અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથીએટલે અવિચારપણું કહ્યું છે. ઝેર ખાય છે માટે અવિચારપણું