________________
પત્રાંક-૬૮૯
૧૫
આવે છે. તો પછી મારું મારે કાંઈ કરવાનું છે કે નહિ ? આમાં જો બધું મારે ભોગવવાના કામમાં આવવાનું નથી તો મારે મારું કાંઈ કરવાનું છે કે નહિ ? મારું જે આત્મકલ્યાણ તે ૫૨માર્થ છે અને એ પરમાર્થના સ્થાને વૃત્તિને કોઈએ જોડી હોય તો આ મૃત્યુના પ્રસંગે જોડી છે, એમ કહે છે.
અન્યમતમાં પણ જ્યાં મૃત્યુનો પ્રસંગ આવે છે ત્યાં ધર્મની વાતો શરૂ થાય છે. આ તો તીર્થંકરનો માર્ગ છે. એ તો આખી વાત જ જુદી છે. અલૌકિક વાત છે. પણ અન્યમતમાં પણ જ્યાં મૃત્યુની વાત આવે છે ત્યારે રામ નામ શરૂ થાય છે. કે બીજું કાંઈક શરૂ થઈ જાય છે. એ બધી ધર્મની વાતો શરૂ થાય છે. એનું કારણ શું ? કે એ પ્રસંગ એવો છે કે જેણે સંસાર સિવાયના આત્મકલ્યાણની બાજુ વૃત્તિને દોરવાનો આ એક બહુ મોટો પ્રસંગ છે. જોકે એ અનિષ્ટ પ્રસંગ ગણાય છે તોપણ પારમાર્થિક દૃષ્ટિકોણના વિચા૨થી વિચારવામાં આવે તો આ પ્રસંગ જ ગમે તેવા દોડતાને ઊભો રાખે છે. સંસારમાં દોડ મૂકી હોય એ ગમે તેવા દોડતા માણસને એક વખત ઊભો રાખી દે છે કે જો ભાઈ ! તારું સાથે સાથે સાધતો જાય છે કે નથી સાધતો ? કે ભૂલીને બધું એકજ ધાર્યું ચાલ્યું છે તારે ?
મુમુક્ષુ :– આચાર્યે પણ અનિત્ય પહેલા લીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનિત્યપણું છે. અનિત્યપણું છે એટલે મરણ છે. અનિત્યભાવના. પહેલી ભાવનામાં અનિત્યભાવના છે. બરાબર છે.
મુમુક્ષુ :- મરણથી ગાડી Break માં આવે.
પૂજ્ય ભાઈશ્રી ::– હા. ગમે તેવો હોય નહિ. આમ હિંમતથી, ઉત્સાહથી, ઉંમગથી સંસારમાં દોડતો હોય. એ મૃત્યુનું નામ સાંભળે એ પહેલા... હજી તો નામ સાંભળે ત્યાં ટાંટ્યા ભાંગી જાય. ખબર પડે કે ફલાણો રોગ હશે તો ? બહુ પૈસાવાળા માણસ હોય (અને એ એમ કહે કે) માથામાં કાંઈક કાંઈક થાય છે. તો (ડૉકટર) કહે, Scanning કરાવી લ્યો. Brain tumour નથી ને ? એ સુવડાવીને અંદર લઈ જાય એ પહેલા તો એને શું થાય એ તો એ જ જાણે. કહેવાનો મતલબ એ છે કે એનું–મૃત્યુનું નામ પડે ત્યાં માણસ ઢીલો પડી જાય છે. કેમ ? કે એને એમ થાય છે કે આ દોડું છું પણ શું કામ લાગશે ? મોટી Break લાગે છે. Hydrolic break જેને કહેવાય. ઊભો રહી જાય, એક વખત તો એ ઊભો રહી જાય. પણ જો યથાર્થ વિચારધારા હોય તો આ એક