________________
પત્રાંક-૬૮૯
આસક્તિ અને મોહને લઈને દુઃખ થવું બને છે એ દુઃખના કારણમાં ફે૨ ૫ડે છે. દુઃખનું કારણ તે પ્રસંગ નથી. પણ દુઃખનું કારણ પોતાનો રાગ છે, પોતાનું મમત્વ છે, પોતાનું અહંપણું છે. કેમકે જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે, જ્યાં મમત્વ નથી ત્યાં દુઃખ નથી. આ સીધી વાત છે.
યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું,..' દૃઢ થાય છે. સંસારમાં કોઈ શરણ નથી એ આ પ્રસંગે વાસ્તવિક પ્રસંગ બનેલો હોવાથી દૃઢ થાય છે કે જુઓ ! આમાં કોઈ આપણે એને બચાવી શકયા નહિ. સગા, સંબંધીઓ, ડૉક્ટરો, વૈદો, હકીમો, રૂપિયા, ઝવેરાત, મકાન, આબરૂ, કીર્તિ કોઈ બચાવી શકયું નહિ. રાજા, મહારાજા કોઈ એને બચાવી શકતું નથી. અશરણ છે. બાર ભાવનામાં આ ભાવના છે. અશરણભાવના. સંસારમાં કોઈ શરણ નથી. વ્યવહારે શરણ વીતરાગી દેવગુરુ-શાસ્ત્ર અને સર્વજ્ઞના ધર્મને શ૨ણ કહેવામાં આવે છે. સર્વશનો ધર્મ સુશર્ણ જાણી....’ શરણ શબ્દ ત્યાં વાપર્યો છે. ‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી...' એવો વિશેષભાવ. પ્રભાવ એટલે એવા વિશેષ ભાવને આરાધવાને લઈને તું એનું આરાધન કર. એના વિના કોઈ તારી બાંય પકડે એવું નથી-હાથ પકડે એવું નથી.
યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું...' કાયમ કોઈ રહેવાનું નથી. બધા ધર્મશાળાના ઉતારા છે. ધર્મશાળામાં કોઈ કાયમ રહે છે ? મુદત થાય એટલે મુનિમ કહી દે. અહીં તો કોઈ કહેવા આવતું નથી અને Notice આવ્યા પહેલા પણ ઘણાને ઓચિંતુ ઊપડી જાવું પડે છે. આ એવો પ્રસંગ છે. ‘સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું...' ગમે એટલા ધા-ઉધામા કર્યા હોય, ગમે તેટલા પરિશ્રમ કર્યાં હોય, ધોડા કર્યાં હોય, ભૂખ્યો રહ્યો હોય, તરસ્યો હોય, તાઢ-તડકા વેઠ્યા હોય, કાંઈ સા૨ કાઢી શકે એવું નથી. અસાર છે, એમ કહે છે. અસાર એટલે સુખ નથી. સુખ મેળવવા જાય છે પણ સુખ નથી. ઉલટાનો હેરાન-પરેશાન થઈને આકુળિત થઈને દુઃખી થાય છે. એવું જે સંસારનું અસા૨૫ણું છે એ વિશેષ દૃઢ થાય છે.’ અને આવા વખતે તો ખાસ લોકો પણ, સામાન્ય માણસો પણ બોલે છે કે, જુઓ ! ભાઈ ! ઘણી મહેનત કરીને ભેગું કર્યું હતું. શું એના હાથમાં આવ્યું ? કે