________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 17 છે કે વેદો ઘણા સમયકાળ પૂર્વેના છે અને એ સ્પષ્ટ છે કે પ્રાચીન અને અર્વાચીન કાળમાં આ સ્તોત્રો બન્યાં ત્યારે ઉત્તરમાં કાબુલથી ગંગાતટ સુધીમાં આર્યન આક્રમણકારો ફરી વળ્યા હતા અને દરેક વેદોમાં તેના સમયકાળનું અંતર એવું જ સાબિત કરે છે. આથી એવું ચોક્કસપણે માની શકાય કે વેદોનું અસ્તિત્વ ઈ. સ. પૂર્વે ૧૩૦૦ પછીનું નહીં જ હોય. દરેક સમાજમાં ધાર્મિક માન્યતાઓ, ભાષાકીય, સામાજિક અને રાજકીય પ્રથામાં ધીમો ફેરફાર થાય છે. તે આ સ્તોત્રો દ્વારા જણાય છે. અમેરિકામાં અંગ્રેજી વસાહતીઓ આવ્યા પછી ફક્ત ચાર જ સદીમાં જે ફેરફારો થયા તે પરથી અંદાજ બાંધી શકીએ કે સેંકડો સદીમાં કેટકેટલા ફેરફારો થયા હશે. જર્મન લેખક હર્મન યકોબી અને લોકમાન્ય ટિળક ૧૮૯૩માં ખગોળકીય સંશોધન દ્વારા એવા નિર્ણય પર આવ્યા કે વૈદિક સંસ્કૃતિ અતિપ્રાચીન કાળથી વિદ્યમાન છે. જોકે લોકમાન્ય ટિળકનું માનવું છે કે વેદિક પરંપરા ઈ. સ. પૂર્વે ૬૦૦૦થી પણ પ્રાચીન છે જ્યારે શ્રી હર્મન યકોબીનું માનવું છે કે તે ઈ. સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ જૂની છે. છતાં આગળ પડતા શાસ્ત્રકારો જેવા કે વ્હીટની ઓલ્ડનબર્ગ અને તીબોટ જેવા માનવા તૈયાર નથી કે પ્રાચીન ભારતીયો સૂર્યની ખગોળશાસ્ત્રીય જાણકારી ધરાવતા હતા. આ સમગ્ર વિષય એક શંકાસ્પદ બાબત છે. ખગોળશાસ્ત્રીય ગણતરી નિઃશંકપણે માને છે અને અવેસ્તાના વાડ્મય સાહિત્ય પરથી સિદ્ધ થઈ શકે એમ છે કે વેદિક સ્તોત્રોની ભાષાકીય રચના અને ભારતની વિવિધ જાતિઓની સમયાનુસાર બદલાતી સંઘરચના દર્શાવે છે કે ઈરાનીઓ અને ભારતીયો સૈકાઓ પહેલાં એકબીજાથી જુદા પડ્યા હોવા જોઈએ. જ્યારે શ્રી હર્મન યકોબીના અનુમાન મુજબ તેઓ ઈ. સ. પૂર્વે ૪૫૦૦માં જુદા પડ્યા હોઈ શકે. શ્રી હ્યુગો વીકલેરાએ ઈ. સ. ૧૯૦૭માં શોધી કાઢેલ કે વેદિક મંત્રોમાં આવતા મિત્રા, વરુણ, ઇન્દ્ર એ એશિયા માયનોરના શિલાલેખો, જે ઈ. સ. પૂર્વે ૧૪૦૦ વર્ષ જૂના છે, તેને મળતા આવે છે.
વેદિક સ્તોત્રોનો વિકાસ અને વૃદ્ધિ :
જ્યારે આર્યન લોકો હિન્દુકુશ પર્વતમાળાના ઘાટના રસ્તે હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના ધર્મના સંસ્કાર રૂપે મિત્રા, વરુણ, ઇન્દ્ર ઇત્યાદિની ભક્તિ ભગવાન સ્વરૂપે કરતા જે તે કાળ અનુસાર પોતાની સાથે જ લાવેલા હતા. ‘અવેસ્તા’ અને ‘વેદો’ની સરખામણી કરતાં એવું લાગે છે કે ઈરાનીઓ જેવી રીતે ‘અગ્નિ’ અને ‘સોમ'ની પૂજા કરે છે તેવી રીતે આ આર્ય પ્રજા પણ પોતાના ‘અગ્નિ’ અને ‘સોમ’ પૂજાના સંપ્રદાયને અનુસરી રહ્યા હતા. તેમના સ્તોત્રની રચના અને ગાવાની પદ્ધતિ ધાર્મિક રીત મુજબ હતી. જેનો મુખ્ય ધ્યેય તેના સંબંધિત દેવોની કૃપા અને આશીર્વાદ મેળવવાનો રહેતો જેને માટે ઘી’ તથા ‘સોમ'ના છોડવામાંથી કાઢેલ સોમરસ અર્ધ્ય રૂપે ભેટ ધરાતો હતો. જોકે તે સમયના આર્યન લોકો જે વિશેષ ભાવાર્થ સહિતનાં સ્તોત્રમાં ગાતા તેમાં અને અત્યારનાં ગવાતાં સ્તોત્રોમાં ઘણો બદલાવ આવેલો જણાય છે. અત્યારે જે ગવાય છે તે વંશપરંપરાગત ઊતરી આવેલા સાધુ-સંતો કે પૂજારીઓ દ્વારા જાણે-અજાણે થયેલા ફેરફારોને કારણે હશે એમ અનુમાન કરી શકાય છે. ઈ. સ. પૂર્વ ૮૦૦ પહેલાં જ્યારે પુસ્તકો લખાયાં ન હતાં ત્યારે મોખિક રીતે પોતપોતાની યાદદાસ્ત મુજબ વંશ-વારસાગત આ સ્તોત્રો અપાતાં જે