________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ જ 15 પર સર્વત્ર વ્યાપેલી છે. સ્તુતિ કરવાની પદ્ધતિ યથાયોગ્ય હોય તો પરમ પદ સુધી ચોક્કસ પહોંચી શકાય છે.
ભક્તિ ભાવનાથી સંકળાયેલા કાવ્યમય શબ્દાત્મક વિચારો કે ઇષ્ટદેવના ચરણોમાં તેમનાં યશોગાનનું નિવેદન કરતાં પદ્યો તે આ સ્તોત્ર છે. અને આ સ્તોત્રમાં જુદા જુદા ભાવો વિવિધ શૈલીઓ દ્વારા રજૂ થવાથી એક જાતનું આંતરિક સૌંદર્ય જાગે છે. તથા શ્રદ્ધા તેમજ વિશ્વાસના આધારે ભક્તની ભાવના એકરાગતામાં પરિણમે છે. “સ્તોત્રં ચ ન તુષ્ટતે ?' કાલિદાસની આ ઉક્તિ ખરેખર યથાયોગ્ય છે. સંસારમાં એવું કોણ હશે જે પોતાની પ્રશંસા, પોતાની સ્તુતિ સાંભળીને પ્રસન્ન ન થાય ? તેથી જ ઇષ્ટની આરાધનાનાં ભિન્ન ભિન્ન અંગોમાં સૌથી સરળ અંગ સ્તોત્રપાઠ કહેવાય છે. તેથી આપણા પ્રાચીન આચાર્યોએ સ્તોત્ર-સાહિત્યની અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ દ્વારા સર્વસાધારણ માનવને ઉત્તમ આરાધનાનો લાભ મળે છે અને પરમ પદ, શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સરળ બન્યો છે. વિશ્વના વિવિધ ધર્મોમાં સ્તોત્ર-સાહિત્ય :
આ વિશ્વમાં અનેક ધર્મોની ઉત્પત્તિ અને અંત અનાદિકાળથી ચાલ્યાં આવે છે. આ ધર્મો પછી તે ઈશ્વરવાદી હોય કે અનીશ્વરવાદી હોય, તે દરેકમાં ઇષ્ટ વસ્તુનાં ગુણગાન તો જરૂર ગવાયાં છે. સ્તુતિ-સ્તોત્રનું સામાન્ય ભાષામાં અર્થઘટન કરીએ તો તે ઇષ્ટદેવના ગુણોનું કીર્તન છે. આ અર્થઘટનને ધ્યાનમાં લઈને જોઈએ તો એવો ભાગ્યે જ કોઈ દેશ આ ધરાતલ ઉપર હશે કે જેને સાહિત્યમાં અલ્પાંશે સ્તુતિ-સ્તોત્રને સ્થાન ન મળ્યું હોય. તેથી વિશ્વસાહિત્યના વિરાટ દર્શનમાં જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એ નિશ્ચિત રૂપથી કહેવું પડશે કે, સાહિત્યજગતમાં સ્તોત્રસાહિત્ય જેટલું વિશાળ છે એટલે અન્ય કોઈ પણ સાહિત્યનું પ્રમાણ નથી. હિંદુ ધર્મ જગતનો સૌથી આદિધર્મ માનવામાં આવ્યો છે. તેના વેદ, આગમ વગેરે બધામાં સ્તુતિઓ છે. પુરાણોમાં પણ બહુધા સ્તુતિઓ વણિત છે. રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોમાં પણ તેને પ્રાસંગિક સ્થાન પ્રાપ્ત થયું છે. સ્વતંત્ર જુદાં જુદાં સ્વરૂપોમાં રચાયેલ સ્તુતિ-સ્તોત્રોની સંખ્યા અગણિત છે.
વિશ્વના ભિન્ન ભિન્ન ધર્મો – બોદ્ધ, ચીની, ખ્રિસ્તી, યહૂદી, હિંદુ આદિ ધર્મોમાં પણ સ્તોત્રની રચના થયેલી જોવા મળે છે. દરેક ધર્મમાં સ્તોત્રનો પ્રકાર ભલે અલગ અલગ હોય પરંતુ દરેકમાં ઇષ્ટદેવના ગુણોનું એક યા બીજા પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. હિંદ સ્તોત્ર સાહિત્ય: - આર્યભૂમિના હસ્તગત હિંદુ સાહિત્યનો વિચાર કરતાં વેદોને સૌથી પ્રાચીન માનવા એ ઉચિત જ ગણાશે. વેદિક સ્તોત્રનું લેખનકળાનું બંધારણ ઉચ્ચતમ સંસ્કૃતિનું નિદર્શન કરે છે. તેનું મુખ્ય અંગ ભારતીય જ નહીં પણ પ્રાચીન આર્ય પ્રણાલિકાનું પણ દર્શન કરાવે છે. તેના શબ્દપ્રયોગો એવી રીતે કંડારવામાં આવેલાં છે કે તે આપણને વિપુલ શબ્દભંડાર અને પ્રાચીનકાળના તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્ પરિચય કરાવે છે. તેમાં સમાયેલા જ્ઞાનના ભંડારથી આપણને પૌરાણિક