________________
16 | ભક્તામર તુલ્ય નમઃ | સમયની ભારતની આર્યસંસ્કૃતિ જ નહીં પણ તે સમયના ભારતવાસીઓ અને તેમના આચારવિચાર, રહેણીકરણી અને સંસ્કૃતિનું આબેહૂબ વર્ણન કરાવવાને સમર્થ જણાય છે. તેમાં આર્ય સંસ્કૃતિ અને પૌરાણિક ધર્મો વિષે પણ સ્પષ્ટ ચિત્ર ઉપસાવાયેલ છે. તે ઉપરાંત ઇન્દ્રિયગમ્ય અસાધારણ તત્ત્વ જેમાં ઈશ્વરનું એકાંતવાદમાંથી અનેકાંતવાદમાં કેવી રીતે નિરૂપણ થતું આવ્યું અને તેણે હિંદુ ધર્મ ઉપર છેલ્લાં બે હજાર વર્ષથી કેવું વર્ચસ્વ જમાવેલ છે તે પણ ઊભરી આવેલું જણાય છે. અને તેમાંથી આર્ય સંસ્કૃતિમાંથી હિંદુત્વ, જૈનત્વ, બોદ્ધત્વ વગેરે ધર્મોનાં મૂળ પારખી શકાય છે.
અન્ય સાહિત્યોમાં સ્તોત્ર શબ્દ પ્રત્યે જુદાં જુદાં અનુમાનો અને અનુભૂતિ થતી હોવાથી અત્રે એ જાણવું ઉપયોગી થઈ પડશે કે વેદોમાં સ્તોત્રના ભાવાર્થો કઈ રીતે જુદા જુદા લેવામાં આવેલા છે, તે જોઈએ તો સર્વ પ્રથમ સ્તોત્રને સામાન્ય રીતે પ્રભુ પ્રત્યેની સર્વોચ્ચ ભક્તિભાવનાના અર્થમાં તેના ભક્ત ઉપરના ઉપકારની અને ભક્ત દ્વારા તેના ગુણોનું વર્ણન અને તેના ઉપકૃત્યતાની પ્રબળ અનુભૂતિ દર્શાવવા સ્તુતિ થાય છે. વિશેષ કરીને પ્રભુ સમક્ષ ધરાતી ભૌતિક સામગ્રીઓનું સમર્પણ કરવામાં આવે છે અને અન્ય રીતે નીચલી કક્ષાના દેવો કે પિશાચો દ્વારા કરવામાં આવતા ઉપદ્રવોના નિવારણ અર્થે તેનો પાઠ કે સ્તવન કરવામાં આવે છે. અથવા કોઈ ચમત્કાર સર્જવા પણ સ્તુતિ કરવામાં આવે છે.
ઋગ્વદ કે જે અન્ય વેદોમાં સૌથી પ્રાચીન છે તેમાં જણાવેલ છે કે, પ્રથમ પ્રકારનાં સ્તોત્રો મુખ્યત્વે અનેક પ્રકારે પ્રભુના ગુણોના વર્ણન રૂપે અને તેના ઉપકારના બદલામાં ગવાતાં હોય છે. જ્યારે અન્ય બીજી જે રીતે સ્તોત્રનો પ્રયોગ થતો રહેલો છે તે બાકીના ત્રણ વેદોમાં થતો જણાવેલ છે.
સ્તોત્ર એટલે જે તત્ત્વજ્ઞાન પણ દર્શાવે છે અથવા બિનસાંપ્રદાયિકતાપણું પણ દર્શાવે અને આવા સ્તોત્રો ઋગ્વદ અને અથર્વવેદમાં મળી આવે છે. વેદોનો ઉદભવ અને પરંપરાઃ
પરંપરાગત જાણકારો અને શાસ્ત્રકારોના મત પ્રમાણે આ વેદો આદ્ય સૃષ્ટિના સર્જક બ્રહ્માએ રચેલાં છે અને પૂર્વકાળના ઋષિમુનિઓએ જોયા કે સાંભળેલા છે. વૈજ્ઞાનિક સંશોધન પછી એવું તારણ નીકળે છે કે એ વેદો સમયાંતરે જુદા જુદા ઋષિમુનિઓએ તે તે કાળના ગવાતા અને પઠન કરાતા તાલ, લય અને સમયાનુસાર સૌએ પોતપોતાની રીતે તેમાં સુધારા-વધારા કે ફેરફારો કર્યા હશે. જેનો ઉદ્દેશ પરમાત્માને પ્રસન્ન કરવાનો અને તેમની કૃપા મેળવવાનો જ હતો. છતાં પણ આ વેદો ઉત્તરોત્તર ક્યારે અને કેવી રીતે ઉદ્ભવ્યા તે નક્કી કરવું શક્ય નથી. પરંતુ તે ઈ. સ. પૂર્વે ૫૦૦ પહેલાં અને તે પણ બૌદ્ધ ધર્મના ફેલાવા પહેલાં ઘણી સદીઓથી વિદ્યમાન હશે. બોદ્ધ ધર્મ પણ માને છે કે વેદો ઈ. સ. પૂર્વે ૮00 કરતાં પણ વધારે વર્ષોથી અસ્તિત્વમાં હોઈ શકે છે. વળી તેની ભાષા તેમજ ધાર્મિક વિચારસરણી તથા ભોગોલિક મુદ્રાઓ સાબિત કરે