________________
૬
રાજહૃદય ભાગ-૧૪
બધા જીવો બહુ દુ:ખી થાય છે. કોને છોડ્યા છે ? કે યથાર્થ વિચારવાન પુરુષો સિવાય...’ જેને વસ્તુસ્વરૂપનો યથાર્થ વિચાર છે, વસ્તુસ્વરૂપના જ્ઞાન અનુસાર જેને ભિન્નતાનો પણ યથાર્થ વિચાર છે કે આખરમાં પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન છે. સગું કહેવા માત્ર છે. વાસ્તવિક કોઈ સગુ કોઈ આત્માનું છે નહિ. એવું યથાર્થવિચા૨૫ણું આત્મહિતના લક્ષે જેને છે.
યથાર્થતા ચારે લાગુ પડે છે ? જાણવાનું તો બધાને મળે છે. કોણ નથી જાણતું કે ગમે ત્યારે દેહ અને આત્માને બધાને જુદાં જ પડવાના છે, એવું કોણ નથી જાણતું ? એ તો રોજનો પ્રસંગ થઈ ગયો છે. કોઈ છાપામાં એ નોંધ આવ્યા વિના રહેતી નથી. એટલે જાણવાના વિષયમાં તો બધા જગતના જીવો જાણે છે કે આજે આનો તો કાલે બીજાનો દેહ અને આત્મા તો જુદો થવાનો જ છે. એની મુદત પૂરી થાય પછી કોઈ સાથે રહી શકતું નથી.
જેને મૃત્યુ કહેવાય છે એ પ્રસંગ અનિવાર્ય છે. તેથી દેહ અને આત્મા જુદા છે અને જુદા પડી જાય છે, જુદા તત્ત્વો હોવાથી જુદા પડી જાય છે એવી એક વાસ્તવિક પરિસ્થિતિ નજર સામે બધાને જણાવા છતાં એ જણાવું યથાર્થ છે કે કેમ એ બીજો વિષય છે. જણાવું એક વાત છે, યથાર્થપણે જણાવું તે બીજી વાત છે.
અહીંયાં એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે, એવા પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. દુઃખને કોણ પ્રાપ્ત થાય છે ? કે જેને યથાર્થ વિચાર નથી તે. યથાર્થ વિચારવાળા દુઃખી નથી થતાં. કાંઈ બીજું સાધન નથી. જ્ઞાન જ સાધન છે. બીજું કોઈ સાધન નથી. એ આમાંથી સિદ્ધ થાય છે. જ્ઞાન જ સાધન છે. દુઃખ મટાડવા માટેનું (સાધન), જગતના મોટામાં મોટા દુઃખના પ્રસંગોએ પણ દુઃખ મટાડવાનું સાધન હોય તો એક જ્ઞાન જ છે. જ્ઞાન સિવાય કોઈને ક્યાંય સમાધાન થઈ શકે નહિ. બહુ સારી શૈલીમાં આ પત્ર લખાયેલો છે.
તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય...' પુરુષો એટલે આત્મા. એ આત્માઓ સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે,...’ એટલે ઘણા ખેદને પ્રાપ્ત થાય, ઘણા દુઃખી થાય. જ્યારે યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે,...’ જુઓ ! એને શું થાય છે ? જગતના પદાર્થો ઉપરની આસક્તિ છૂટે છે. કુટુંબના સ્નેહીઓ પ્રત્યેની આસક્તિ એને છૂટે છે. જે