________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ] નયસાર ને મુનિઓ. પ્રાપ્તિ નયસાર નામના ભવમાં થઈ છે. તેને પહેલે ભવ ગણી બીજા સ્થલની ગણત્રી કરેલી છે.
આ જંબદ્વીપમાં પશ્ચિમવિદેહક્ષેત્રમાં મહાવરા નામની વિજયમાં જયંતી નામની નગરીના શત્રુમર્દન નામના રાજાના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામના ઉપરી (રક્ષણ કરનાર) નયસાર નામના એક પુરૂષ વિશેષ હતા. તે સરળ સ્વભાવી, વિવેકી, મેટા મનવાલા અને ગુણગ્રાહી હતા.
રાજાને મેટા કાઠેની જરૂર હોવાથી પિતાના તાબાના જંગલમાંથી સારા લાકડાએ કપાવી લાવવા નયસારને આજ્ઞા કરી.
નયસાર પિતાના તાબાને માણસે અને કેટલાક ગાડાં લઈ એક મોટા જંગલમાં ગયા. પિતાના અને તાબાના માણસોના ઉપયોગ માટે સીધું સામાન સાથે રાખ્યું હતું. જંગલની અટવીમાં આવી પહોંચ્યા પછી પસન્દ કરેલા વૃક્ષેને કાપવાને હુકમ માણસને આપે, તેથી કેટલાક તે કામે લાગ્યા. ને કેટલાક તેના તાબાના માણસે તેમના માટે એગ્ય સ્થાને રઈ તૈયાર કરવાની તજવીજ કરવા લાગ્યા. મધ્યાન્હ કાળ થયે, સર્વને સુધા લાગી, જમવાના વખતે તૈયારીની નયસારને ખબર આપી.
નયસાર સમયના જાણકાર હતા, કામબંધ રખાવી ભાતું વાપરવાની સેવા વર્ગને આજ્ઞા કરી અને પોતે પણ પોતાના માટે તૈયાર કરેલ રસોઈના સ્થાને ગયા ક્ષુધા અને તૃષાથી આતુર થયા હતા, તે પણ ઉત્તમની નીતિ રીતિ મુજબ “કઈ અતિથિ આવે તે હું તેને ભેજનકરાવીને પછી જમું ” એવા ભાવ તેમના મનમાં ઉત્પન્ન થયા,
પ્રાચીન કાળમાં સાધુઓ વિહાર દરમ્યાન આવા જગલ આવે ત્યારે સારો સાથ જતું હોય તે તેમનું આલંબન લઈ વિકટ રસ્તે વિહાર કરતા હતા, અને વર્તમાનમાં તે પ્રમાણે કરે છે. તે સમયમાં કેટલાકસાધુઓ વિહારના લીધે સારા સાર્થવાહના સંગાતને
For Private and Personal Use Only