SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી કલ્પસત્રગશાળાએ વિચાર કર્યો કે જયાં માંસની ગંધ પણ ન હોય ત્યાંજ આજે ભીક્ષા લેવા જઉં અને માંસ મળવાનું ભવિષ્ય છેટું પાડું તેજ હું ખરે! તે શુદ્ધ આહાર–પાન કરનાર વૈશ્યાના લતામાં ભીક્ષા માટે ભમવા લાગ્યા. - હવે પ્રસંગ એવો બન્યા કે તે નગરીમાં પિતૃદત્ત નામના એક વૈશ્યની સ્ત્રી–ભદ્રાને ભાગ્યાગે દરવેળા મરેલાં સંતાન જન્મભદ્રાએ પોતાના દુર્ભાગ્યની વાત શિવદત નામના એક નિમિત્તીયાને કરી, અને એ દોષ નિવારવાને શું કરવું તે વિષે જીજ્ઞાસા કરી. શિવદત્તે કહેલું કે “જે હવે તને મરેલા સંતાન જન્મે તે એ મરેલા બાળકનું માંસ ખીર સાથે મેળવી, કઈ ભિક્ષુકને ખવરાવજે, એટલે તેને સારાં-નરવાં બાળક અવતરશે.” ગશાળ શિક્ષાને માટે ભમતું હતું, તે જ દિવસે ભદ્રાને મરેલું બાળક અવતરેલું. તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ ખીર સાથે ભેળવી તૈયારજ રાખ્યું હતું. તેટલામાં ગોશાળે મિષ્ટાન્નની આશાથી ભમતો ભમતે તે જ ઘરે આવી ચડ્યો. વાટ જોઈ બેઠેલી ભદ્રા એકદમ ઉઠીને ઉભી થઈ અને પેલી ખીર ગશાળાને આપી દીધી. ખીર લઈને ગોશાળે રવાના થયા એટલે બાઈએ વિચાર્યું કે જે આ ભિક્ષુકને ખીરમાંના માંસની ખબર પડશે તે જરૂર મને શ્રાપ આપી મારું ઘર પણ બાળી નાખશે. તેથી તેણુએ શાળાના જવા પછી ઘરનું બારણું જ ફેરવી નાખ્યું! ગશાળે આનંદથી ખીર ખાધી અને પ્રભુની પાસે આવી નિવેદન કર્યું, ત્યારે પ્રભુએ તે ખીરવાળી આખી વાત મૂળથી જ કહી સંભળાવી. શૈશાળાએ નિર્ણય કરવા મુખમાં આંગળી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું. ખીરમાં માંસ ભેળવી, પોતાને ઠગનારી બાઈ ઉપર ગોશા
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy