________________
રાજય ભાગ-૧૪
દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તેનિશ્ચયનિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદવિચારવાનને કર્તવ્ય છે.
જો આ સંસારને વિષે આ પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવત્યદિઓ તેનો શા કારણે ત્યાગ કરત?એકાંત અસંગપણું શા કારણે ભજત?
હે આર્યમાણેકચંદાદિ, યથાર્થવિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જકર્તવ્ય છે.
૬૮મો પત્ર છે ખંભાતના એક “માણેકચંદભાઈ ઉપર પત્ર છે. એમના કુટુંબમાં યુવાનવયમાં મૃત્યુ થયેલું છે. એના સાંત્વનરૂપે બહુ સારો પત્ર લખેલો છે.દિલાસાનો દિલાસો છે અને તત્ત્વનું તત્ત્વ છે. એવો આ પત્ર છે. - આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના ખબરલખ્યા તે વાંચ્યા. વૈશાખ વદ ૬ પત્ર લખે છે. પાંચ દિવસ પહેલાના સમાચાર આવ્યા છે. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માતુ દેહ છોડવાનું બન્યાથી સમાન્યપણે ઓળખતા. માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે... સામાન્ય રીતે મૃત્યુનો અવસર વૃદ્ધાવસ્થા છે. અને વૃદ્ધાવસ્થામાં પણ કેટલીક માંદગી ગુજારીને