________________
૨૪
યવનાશેઠનું સૌભાગ્ય
તું હવે તૈયાર થઈ ગઈ છે. લોકોને હવે તારી કળાને પણ લાભ મળવો જોઈએ. એકજ વ્યક્તિના જલસા જોઈ જોઈને તેને પણ કંટાળો આવી જાય. પ્રેક્ષકે તો ભ્રમર જેવા કહેવાય. તેમને હમેશાં નવિનતા જ જોઈએ.” મહિલકા અનંગસેનાને સમજાવવા લાગી.
મહિલાના વિચારે જાણીને તેની માતા તો કરી જ ગઈ હતી. મહિલાને જવા દેવાને તે બિલકુલ તૈયાર નહોતી. મલિકાની મહેનતથી આટલી બધી સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. તેને પુત્રી કરતાં સંપત્તિ વહાલી હતી.
પણ મોટી બહેન..............”
અચાનક અનંગસેનાની નજર પ્રવેશ દ્વાર તરફ જતાં તે આગળ બેસતી અટકી ગઈ.
એક સુંદર યુવાન પ્રવેશ દ્વારમાં આવીને ઊભો હતો.