________________
અનંતકુમારની જીત થાય છે
૧૭૧
જગતમાં મોહમયી વસ્તુઓની ઉત્પત્તિ થઈ છે. તેને એકદમ આ શું સયું? તારે તારા કુળને તો વિચાર કરવો જોઈતો હતો જગતને બાલાર ખપે છે. તે તે ગુમાવ્યો છે. તે કારણે આજે તારી પત્ની સમાજના તીવ્ર બાણ જેવા શબ્દો સહન કરી રહી છે. મેં તને કેટલું ટલું વિનવીને કહ્યું, પણ તેં તે તરફ બેદરકારી બતાવી છે. મેં મિત્ર ધર્મ બજાવ્યા તેનો લાભ પણ તારાથી ન લેવાયો.
કૃતપણ, આ બધું ત્યાગી દે. ત્યાગમાં મહત્તા છે. ભોગ તે વિનાશની ખાણ છે. ત્યાગ અને સમર્પણથી માણસ મહાન બને છે.
તારા જેવાને આ શોભે? આજે હું તારી પાસે વિનંતી કરી રહ્યો છું. તારે સમજવું જોઇએ. આમાં મને કંઈ સ્વાર્થ છે? અને આને અધોગતિ નહિ તે બીજું શું કહેવાય ? જગત જેને ન કહે છે, તેજ આ નક છે. કૃતપુણ્ય તું એ નર્કને ત્યાગ કર.
આ હાડ માંસને મેહ શો ! આ વિલાસની ખાસ શી! સદાયે અસંતુષ્ટ રહેતા આ અતૃપ્ત મનમાં માયાવી બંધન શા ! મિત્ર આખા જીવનમાં માતા, પિતા, ગુરૂ અને દેવ સિવાય કોઈને પણ નમન ન. કરનાર આ અનંત આજે તારા પગે પડે છે, તારા પગ પૂજે છેએક વખત મારા પર દયા કર. એક વખત બિચારી દુઃખીયારી, અસહાય ધન્યાને તો વિચાર કર !
માનાના ઉધ્ધાર માટે, આર્યાવર્તની એકતા માટે, ધર્મની ઉન્નતિ માટે, અનંગસેના જેવા અનેક અનંગસેનાઓને હલકા કહેવાતા ક્ષેત્રમાંથી ઉચ્ચ ક્ષેત્રમાં લઈ જવા માટે આપણે બાયકાળમાં કેવા કેવા આદર્શો સેવ્યા હતા, તે તો યાદ કર ! શ્રીરામની ટીક કરતો તું એક પત્નીવ્રત સેવવાનું તારું કર્તવ્ય કેમ ભૂલી ગયો ? માનવ માત્રને એકતાની સાંકળે ગૂંચવાના તાર મોરથ કયાં જતા રહ્યા. ?
જીવનને તું હંમેશાં ક્ષણભંગુર કહેતા હતા, સંસારને માયાવી