________________
ધન્યા માતા બની
૨૩૭ “ હું ત્રણ ચાર દિવસથી તમને કહેવાનો વિચાર કરતી હતી, પણ કહેવાને જીભ ઊપડતી નહોતી.”
તમે તે કઈ ગાંડા થયાં છો? ધન્યા બહેન !” પરિમલ બોલી. “હજી સ્વતંત્રપણે ચાલવાની શકિત પણ તમારામાં આવી નથી. ત્યાં તમે ઘેર જવાની વાત શી રીતે કરે છે?
“ શકિત તે આપોઆપ આવી જશે. પરિમલ બહેન.” ધન્યા કહેવા લાગી. કોઈ વાર તે પરિમલને બહેન કહેતી અને કોઈકોઈ વાર ભાભી પણ કહેતી. “ શું સુવાવડ જગતમાં મને એકલીને આવી છે, કે હું આમ પથારીમાં ને પથારીમાં પડી રહું ?”
“સુવાવડ તો ઘણું સ્ત્રીઓને આવે છે, બહેન ! પણ તેમનાં શરીર સારાં હોય છે. માથે ચિંતા હોતી નથી. સુવાવડ સમયે તેમને સાત્વિક ખોરાક મળે છે અને તેમની પરિચય પણ સારી થાય છે.” કામ પરિમલે કહ્યું,
થી પરિણ્ય કયાં ઓછી થઈ છે. બહેન ! ધન્યા બોલી. “ સગી બહેન કે માતા કરતાં પણ તમે મારી વધુ કાળજી રાખી છે. મને ખોરાક પણ સારો આપ્યો છે અને હવે મને ચિંતા પણ શી છે ?'
“ હવે એ બધી વાતો જવા દો, બહેન !” પરિમલ ધન્યાને સમજાવતાં બોલી. “તમે પંદરેક દિવસ હજી અહીં રહે. ત્યાં સુધીમાં તમારી તબિયત સુધરી જશે અને તમે હરતાં ફરતાં પણ થઈ જશે.'
'તબિયત તો હવે સુધરી ગઇ છે, બહેન. “ધન્યા કહેવા લાગી. “અને જે થોડી ઘણી અશકિત છે તે પણ એક બે દિવસમાં ચાલી જશે.' આટલું બોલતાં બોલતાં તો તે થાકી ગઈ હતી. પરિમલની નજર બહાર તે નહોતું. '
“આટલું બોલતાં બોલતાં થાકી ગયાં , એટલી તો તમારામાં અશક્તિ છે, અન્ય બહેન ! અને તમે કહે છે કે મારે આવતી કાલે ઘેર જવું છે.”