Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay

View full book text
Previous | Next

Page 321
________________ ૩૧ર ' ક્યવત્નાકનું સોભામ “હા” ચારે છોકરાઓ એકી સાથે બોલી ઊઠયા. “શું? “કુત કુત...” ચોકખા શબ્દો બોલી શક્યા નહિ. ઠીક, ચાલે.” મહામંત્રી કહેવા લાગ્યા. “આપણે એમનું નામ કયવંતા શેઠ.” રાખીએ. હં... બોલે એ છોકરાઓ, યવંતા શેઠ.” છોકરાઓ તેમની કાલી ઘેલી ભાષામાં બોલી ઉઠયાઃ “યવજ્ઞાશેઠ.”. “ બહુ ઉત્તમ. * મહામંત્રી હર્ષભર્યા સ્વરે બોલ્યા. “આજથી આપણે એમને “કયવનાશેઠ” ના નામે સંબોધીશું. બાળકની નિર્દોષ ભાષામાં પણ કંઇક ઈશ્વરી સંકેત હોય છે. આજે આપણા મહારાજાએ એક કાયદો ઓછો કર્યો છે. તે કાયદાના મૂળમાં કૃતપુણયશેઠનું જીવન, સંકળાયેલું હતું. હવે તે કાયદો નીકળી જતાં “ક્યવનાશેઠનું સોભાગ્ય ખુલી ગયું છે. | આજનો પ્રસંગ સદાને માટે યાદ રહે તે માટે તમે કાવનાશેઠની કંઈક યાદગીરી રાખજો.” મહામંત્રીએ પોતાનું ભાષણ પૂરૂ કર્યું. તે પછી થોડી વારમાં જ દરબાર વિસર્જન થયો. મહામંત્રીની બુદ્ધિ અને કવનાશેઠના સોભાગ્યની યાદ કાયમ રાખવા માટે વહેપારીઓએ તે વરસની દિવાળીનું પૂજન કરીને નવી સાલના ચેપડામાં લખ્યું: “અભયકુમારની બુદ્ધિ હશે ” : “કયવનાશેઠનું સૌભાગ્ય હો ” Illinull

Loading...

Page Navigation
1 ... 319 320 321 322